________________
એટલે જેમ વાયુ એક જ સ્થળે રહેતો નથી અને બધે રોકટોક વિના ફર્યા કરે છે તેમ ભગવાન એકજ સ્થળે બંધાઈ ન રહેતાં બધે નિરીહભાવે ફરનારા થયા, શરદઋતુના પાણીના પેઠે એમનું હૃદય નિર્મળ થયું, કમળપત્રની પેઠે નિરૂપલેપ થયા એટલે પાણીમાંથી ઉગેલા કમળના પુત્રને જેમ પાણીનો છાંટો ભીંજાડી શકતો નથી તેમ ભગવાનને સંસારભાવ-પ્રપંચભાવ ભીંજાડી શકતો નથી, કાચબાની પેઠે ભગવાન ગુર્મુદ્રિય થયા, મહાવરાહના મુખ ઊપર જેમ એક જ શિંગડું હોય છે તેમ ભગવાન એકાકી થયા. પક્ષીની પેઠે ભગવાન તન મોકળા થયા, ભારંડ પક્ષીની પેઠે ભગવાન અપ્રમત્ત બન્યા, હાથીની પિઠ ભારે શરવીર થયા. સ્વીકારેલા મહાવ્રતને વહન કરવામાં સમર્થ હોવાથી બળદની પેઠે પ્રબળ પરાક્રમી થયા. પરિષહાદિરૂપ પશુઓ વડે પરાજય પામતા નહિ હોવાથી સિંહની પેઠે દુર્ઘર્ષ બન્યા, ઉપસર્ગોપ પવન વડે ચલાયમાન નહીં થતા હોવાથી મેરુપર્વતની પેઠે અડગ અકંપ સુનિશ્ચળ બન્યા, હર્ષ અને વિષાદનાં કારણે પ્રાપ્ત થવા છતાં વિકાર રહિત સ્વભાવવાળા હોવાથી સાગરની પેઠે ગંભીર, બીજાને શાંતિ પમાડવાના મનના પરિણામવાળા હોવાથી ચંદ્ર જેવી સૌમ્યતાવાળા, દ્રવ્યથી શરીરની કાંતિ વડે અને ભાવથી જ્ઞાનવડે ઝળહળતા તેજવાળા હોવાથી સૂર્યની પેઠે દેદીપ્યમાન તેજવાળા, ઉત્તમ સવર્ણ નિર્મળ થયે જેવું તેજવી દેખાય, તેવા જ પ્રભુ કર્મમેલ દૂર થવાને લીધે અતિ તેજસ્વી, અને શીત, ઉષ્ણ વગેરે અનુકળ અને પ્રતિકૂળ સર્વ સ્પર્શને સહન કરનારા હેવાથી, પૃથ્વીની પેઠે સહનશીલ. ધી વગેરેથી અત્યંત દીપ્ત થએલા અગ્નિની પેઠે, જ્ઞાનરૂપ તેમજ તરૂપ તેજ વડે
૩૭૫
Jan Edu
a
tional
For Private & Personal Use Only
Library.org