________________
પશુપણે જ જનમે; તે મનુષ્ય કે દેવ ન થઈ શકે. પણ તારે એ અર્થ બીજાં વેદવાક્યો સાથે બંધબેસતો આવતો નથી. “કૃIાિ વૈપ સાત્તિ યઃ પુરી ” અર્થાત-જે મનુષ્ય વિષ્ટાયુક્ત મરણ પામ્યો હોય અને તેને અગ્નિદાહ કરવામાં આવે તો તે મનુષ્ય બીજા ભવમાં શિયાળ થાય છે. મનુષ્ય પણ
પરભવમાં શિયાળ થાય એમ આ વેદપદમાં કહેલું છે, તેથી તેને સંદેહ ઉત્પન્ન થયો છે. પરંતુ હે | સુધર્મા ! તારો એ સંદેહ અયુક્ત છે. “પુર વૈ પુષત્વમસિ” જે મનુષ્ય ભદ્રિક પ્રકૃતિને હાય, વિનય, સરળતા વગેરે ગુણોવાળો હોય, અને આ ભવમાં મનુષ્ય સંબંધી આયુષ્યકર્મ બાંધીને મરી ગયો હોય તો જ તે પરભવમાં મનુષ્ય તરીકે ઉત્પન્ન થાય છે, નહિ કે મનુષ્ય માત્ર મરીને મનુષ્ય જ થાય અને પશુ માત્ર મારીને પશુ જ થાય. આર્જવાદિ ગુણોવાળા મનુષ્ય, ભવાંતરમાં પણ મનુષ્ય થાય અને પાપી મનુષ્ય મરીને પશુ અથવા નારકીમાં પણ જાય. તે જ રીતે માયાદિ દોષયુક્ત પશુ ફરીને પણ પશુજનમ મેળવે અને ભદ્રક પરિણામી પશુ હોય તો મનુષ્ય અથવા દેવ પણ બની શકે. ડાંગર વાવ્યાથી ઘઉં ઉત્પન્ન થઈ શકે નહિ એવી જે તું યુક્તિ લગાવે છે તે બરાબર નથી. કારણ કે ગાયના છાણુ વગેરેમાંથી વીંછી ઉત્પન્ન થતા તું નજરે જોઈ શકે છે. કારણ હોય તેવું જ કાર્ય થાય એમ કાંઈ જ નથી, જગતમાં કારણથી પણ ઘણું વિચિત્ર પ્રકારનાં કાર્યો જોવામાં આવે છે. પ્રભુનાં આ પ્રમાણેનાં વચનોથી સુધર્મા પંડિતના વિવેચક્ષુ ઉઘડી ગયાં તેઓએ
Jain Educa
For Private & Personal Use Only