________________
| મુક્તિરૂપી નારી જ એવી છે કે જે વિરાગીને વિષે પણ રાગ રાખી રહી છે, હું પણ તેની જ ઈચ્છા વિના રાખી રહ્યો છું.”
રાજીમતી પણ આ સમાચાર સાંભળીને, દેવને ઉપાલંભ આપતી ધરણી ઊપર ઢળી પડી. | સખીઓ અને દાસીઓ ત્યાં આવીને, શીતળ જળ છાંટવા લાગી અને પંખાથી પવન નાંખવા લાગી તથા ચંદનરસનું વિલેપન કરવા લાગી. થોડીવારે, મહામૂશ્કેલીએ શુદ્ધિમાં આવી રામતી મેટા રવરે વિલાપ કરવા લાગીને બેલી કે -
" हा जायवकुलदिणयर ! हा निरुवमनाण हा जगस्परण ! । हा करुणायर सामी ! में मुत्तूणं कहं चलिओ ॥ ४ ॥ हा हिअय धिट्ट निट्टर अज्जवि निल्लज्ज जीविअं वहसि । अन्नत्थवद्धराओ जइ नाहो अत्तणो जाओ ॥५॥
હે યાદવકુળમાં સૂર્ય સમાન ! હે નાથ ! જે આપના જેવા ટેકીલા પુરુષો પણ પિતાની પ્રતિજ્ઞાનો ભંગ કરે તે સમુદ્ર પણ શા સારૂ પોતાની મર્યાદા પાળવી જોઈએ ? અરે ! કઠોર અને
For Private & Personal Use Only
Jain Educa
t ional
anbrary.ru