________________
B
સ
જ્યા
૩
છે તેમ જાણવું, તે આ પ્રમાણે: અર્થાત્ એ પચાસ લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી ખૈતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા રાઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું. શ્રીઋષભદેવના નિર્વાણ પછી ત્રણ વરસ અને સાડા આઠ માસ અધિક એવા પચાસ લાખ ક્રોડ સાગરોપમે શ્રીઅજિતનાથનું નિર્વાણ થયું, ત્યારપછી બેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ઓછા એવા પચાસ લાખ ક્રોડ સાગરોપમે ભગવાન મહાવીરનું નિર્વાણ થયું ત્યારબાદ નવસા એંશી વરસે પુસ્તકવાચના થઈ.
આ અવસર્પિણી કાળમાં ધર્મના પ્રથમ પ્રવર્ત્તક, પરમાપકારી, શ્રીઋષભદેવ પ્રભુનું ચિત્ર થાડા વિસ્તારથી કહેવામાં આવે છે:
તે કાલે તે સમયે કૌશલિક એટલે કેશલા—અયાયા–નગરીમાં જનમેલા અરહત ઋષભના ચાર ક્લ્યાણક ઉત્તરાષાઢા નક્ષત્રમાં અને પાંચમું કલ્યાણક અભિજિતા નક્ષત્રમાં થયું. તે જેમકે; કૌલિક અરહત ઋષભ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચવ્યા અને ચવીને ગર્ભમાં આવ્યા, ઉત્તરાષાઢામાં જનમ્યા, ઉત્તરાષાઢામાં દીક્ષા લીધી, ઉત્તરાષાઢામાં કેવળજ્ઞાન પામ્યા અને અભિજિત્ નક્ષેત્રમાં નિર્વાણ પામ્યા.
તે કાલે તે સમયે કૌશલિક અરહત ઋષભ, જે તે ગ્રીષ્મ ઋતુના ચોથા માસ, સાતમા
Jain Educational
For Private & Personal Use Only
૪૮૩
library.org