________________
પ્રીતિરહિત પુરુષ વિષે તારો પ્રેમભાવ તજી દે. પ્રીતિને વિષે તત્પર એવો બીજો કોઈ ભત્તર તમારા માટે શોધી કાઢીશું.”
સખીઓનાં આવાં વચન સાંભળીને રાજીમતીએ કાન આડા હાથ ધર્યા અને કહ્યું કે:-“તમે મને ન સાંભળવા લાયક આવાં વાકયો શા સારૂ સંભળાવો છે ? સૂર્ય જે પશ્ચિમમાં ઊગે, તો પણ નેમિકુમાર સિવાય અન્ય કોઈ વરને હું ન વડું.”
નેમિકમારને ઉદેશી તે બોલી કે:-“હે જગતના અધીશ ! આપની પાસે આવનારા વાચકોને તો આપ તેમની ઈચ્છા ઉપરાંત આપો છો; પરંતુ મેં એવો તે શું અપરાધ કર્યો છે કે, આપની પ્રાર્થના કરવા છતાં પણ આપે મારા હસ્ત ઊપર આપને હરત ન મૂક્યો??? પછી વિરક્ત ચિત્તવાળી રામતી બેલી કે –“ શ્રીનેમિકુમારે લગ્નમહોત્સવમાં મારો હાથ ન પકડ્યો તેથી શું? મારી દીક્ષા સમયે તો તેમને હરત–વાસક્ષેપ નાખવાના નિમિત્તે મારા મસ્તક ઉપર જરૂર તેમને હસ્ત પડવાનો આવવાનો.''
એટલામાં સમુદ્રવિજય પણ પરિવાર સહિત ત્યાં આવી પહોંચ્યા અને નેમિકુમારને કહેવા લાગ્યા કે:-“હે વત્સ ! શ્રીષભદેવ વગેરે તીર્થકરો પણ વિવાહ કરીને, દીક્ષા સ્વીકારી ક્ષે ગયા હતા. તમે બ્રહ્મચારી રહીને શું તેમના કરતાં પણ ઊંચી પદવીએ પહોંચવા માગે છે ??? ધીમે રહીને નેમિકમારે જવાબ આપ્યો કે;–“ હે તાત ! મારાં ભેગાવલી કર્મો તો ક્ષીણ થઈ ગએલાં છે, પરંતુ
I૪૬s
Jain Eder
ational
For Private & Personal Use Only
wwwana