________________
અનંત એવું યાવતું ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું (જુઓ ચિત્ર નં. ૧૮૧). હવે તેઓ સમસ્ત દ્રવ્યો અને તેમના તમામ પર્યાને જાણતા–દેખતા વિહરે છે.
ગિરનાર ઉપર સહસ્ત્રાપ્રવન નામના ઉદ્યાનમાં શ્રીનેમિનાથને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે ઉદ્યાનપાલકે તત્કાલ શ્રીકૃષ્ણ વાસુદેવને આ વધામણી આપી. શ્રીકૃષ્ણ મટી સમૃદ્ધિ સાથે પ્રભુને વંદન કરવા આવ્યા. રાજીમતી પણ ત્યાં પ્રભુને વંદન કરવા આવી. પ્રભુની દેશના સાંભળી વરદત્ત નામના રાજાએ બે હજાર રાજાઓ સાથે પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી.
શ્રીકૃષ્ણ બંને હાથની અંજલિ જેડીને પૂછયું કે:-“હે સ્વામી! રામતીનો આપના ઉપર આટલો બધો સ્નેહ હોવાનું કારણ શું?”
પ્રભુએ ધનવતીના ભાવથી આરંભીને નવ ભવને તેની સાથે પોતાનો સંબંધ કહી સંભળાવ્યું. જે આ પ્રમાણે હતો:–“(૧) પહેલા ભવમાં હું ધન નામે રાજપુત્ર હતો અને તે મારી ધનવતી નામની પત્નિ હતી. (૨) બીજા ભવમાં અમે બંને પહેલા દેવલોકમાં દેવ અને દેવી થયાં. (૩) ત્રીજા ભવમાં હું ચિત્રગતિ નામે વિદ્યાધર હતો અને તે મારી રત્નાવતી નામની પત્નિ હતી. (૪) ચોથા ભવમાં અમે બંને ચોથા દેવલોકમાં દેવ થયા હતા. (૫) પાંચમા ભાવમાં હું અપરાજિત નામે રાજા થયો હતો અને તે મારી પ્રિયતમા નામની રાણી હતી. (૬) છઠ્ઠા ભાવમાં અમે બંને અગિયારમા દેવલોકમાં દેવ થયા હતા. (૭) સાતમા ભાવમાં હું શંખ નામે રાજા થયો હતો અને
૪st
Jain Educ
For Private & Personal Use Only