________________
8
8
8
અનંત જંતુઓના સંહારક અને સંસારને દુઃખમય કરનારા એક સ્ત્રીના સંગ્રહવાળા વિવાહને માટે આપ શા સારૂ આગ્રહ કરી રહ્યા છો ?”
અહીં કવિ કહે છે કે:-“હું એમ માનું છું કે સ્ત્રીઓથી વિરક્ત એવા શ્રીનેમિકુમાર, પરણવાના બહાનાથી અહીં આવીને; પૂર્વભવના સ્નેહને લીધે રાજીમતીને મોક્ષ માટેના સંકેત કરી ગયા.”
અહત અરિષ્ટનેમિ દક્ષ હતા યાવતું ત્રણ વરસ સુધી કુમાર અવસ્થામાં ઘરવાસ વચ્ચે વસ્યા, ત્યારપછી વળી, જેમને કહેવાને આચાર છે એવા લોકાંતિક દેવોએ આવીને તેમને કહ્યું ઇત્યાદિ બધું જેમ આગળ આવી ગયું છે તેમ કહેવું. યાવત ‘ભાગના હકદારોમાં દાનને વહેંચી આપીને ત્યાં સુધી. ભગવાન મહાવીરના ચરિત્રમાં કહી ગયા છિયે તે પ્રમાણે કહેવું.
જે તે વર્ષાઋતુને પ્રથમ માસ, બીજું પખવાડીયું એટલે શ્રાવણ મહિનાનું અજવાળીયું આવ્યું, અને તે શ્રાવણ સુદી છઠની તિથિએ. પૂર્વાન્ધકાલે-દિવસના ચડતે પહોરે, જેઓની વાટની પાછળ પાછળ દે, માન અને અસુરોની મંડળી ચાલી રહી છે એવા અરિષ્ટનેમિ ઉત્તરકુરા નામની પાલખીમાં બેસીને (જૂઓ ચિત્ર નં. ૧૭૯) યાવત દ્વારિકા નગરીની વચ્ચે વચ્ચે થઈને નીકળે છે, નીકળીને જે તરફ રૈવતક નામનું ઉધાન છે ત્યાં જ આવે છે. ત્યાં આવીને અશોકના ઉત્તમ વૃક્ષની નીચે પાલખી ઊભી રખાવે છે. ઊભી રખાવીને તેઓ પાલખીમાંથી ઊતરીને પિતાની મેળે જ આભરણ, માળાઓ અને અલંકારોને ઊતારી નાંખે છે, ઊતારી નાંખીને પોતાની જ મેળે
વિ8િ
રો
Jain Education Intemational
For Private & Personal Use Only
Hary.org