________________
નગરમાં દેવગિણિ ક્ષમાશ્રમણ વગેરે સકલસંઘે મળી આગમ લખ્યા ત્યારે શ્રીપસૂત્ર પુસ્તક રૂપે લખાયું. બીજા મતે-“શ્રીવીર નિર્વાણુથી નવસે એંશી વરસ વ્યતીત થતાં, કસૂત્રની વાચના સભા સમક્ષ થઈ એમ જણાવવાને આ સુત્રપાઠ મૂક્યો છે.” એટલે કે શ્રી વીર નિર્વાણથી નવસે એંશી વરસ વ્યતીત થતાં, આનંદપુરની અંદર, પુત્રના મરણથી શેકગ્રસ્ત થએલા ધ્રુવસેન રાજાના શોકને દૂર કરવા માટે, મહત્વપૂર્વક સંઘ સમક્ષ કલ્પસૂત્ર વાંચવું શરૂ કર્યું. વળી વાચનાંતરમાં નવસે ત્રાણુમો સંવત્સર કાલ દેખાય છે. અહીં કેટલાક કહે છે–વાચનાંતરે વગેરેનો શો અર્થ લેવો ? કેટલાક એ સૂત્રપાઠને એવો અર્થ પણ કરે છે કે–એ સૂત્રમાં બે વાકો છે. એક વાકય કપસૂત્ર લખાયાનો સમય દર્શાવે છે, જ્યારે બીજું વાકય સભા સમક્ષ વાંચવાનો સમય સૂચવે છે. એટલે કે શ્રી વીર નિર્વાણુથી નવસે એંશી સંવત્સરકાળ જાય છે; આ વાકયથી કહપસૂત્રને લખવારૂપ વાચનાને સમય જણાવ્યો. વળી વાચનાંતરમાં એટલે કહપસુત્રને લખવારૂપ વાચનથી સભા સમક્ષ વાંચવારૂપ બીજી વાચનામાં નવસે ત્રાણુમે સંવત્સરકાલ જાય છે. આ વાકયથી કપસૂત્રને સભા સમક્ષ વાચવારૂપ વાંચનાને સમય જણાવ્યો. શ્રી મુનિસુંદરસૂરિએ પોતાના રચેલા સ્તોત્રરત્નકેશમાં આ પ્રમાણે કહેલું છે કે:-“શ્રીવીર નિર્વાણુથી નવસે ત્રાણુમા (૯૩) વરસે, ધ્રુવસેન રાજાને સકલ સંધ સહિત કપસૂત્ર જ્યાં વાંચી સંભળાવવામાં આવ્યું તે આનંદપુર નગરની કોણ રસ્તુતિ કરતું નથી ? '' “વલ્લભીપુર નગરે
SVG
Jan EdITE
!
For Private & Personal Use Only
ZOR!