________________
家、家樂隊樂隊樂隊
શકે?’ માટે હે તપસ્વી ! આ દયારહિત કષ્ટક્રિયા કરવી મૂકી દે.
પ્રભુનાં વચનો સાંભળી ક્રોધાયમાન થએલો કમઠ તાપસ બોલ્યો કે: “હું જાણું છું કે તમે રાજપુત્ર છે. તમે તે કેવળ હાથી–ઘોડા જ ખેલી જાણો, ધર્મનું સાચું તત્ત્વ તો કેવળ અમે તપોધન જ જાણીએ.” પ્રભુએ વધારે વાદવિવાદ ન કરતાં, પોતાના એક નેકર, પાસે પેલું લાકડું બહાર કઢાવ્યું અને તેને કુહાડાવતી યતનાપૂર્વક ફડાવ્યુંચીરાવ્યું. તેમાંથી તરત જ તાપવડે આકુળ-વ્યાકુળ થએલો અને મરણપ્રાય: થએલો એક સર્પ નીકળ્યો. પ્રભુની આજ્ઞાથી એક સેવકે તે સર્પને નમસ્કાર મહામંત્ર તથા પ્રત્યાખ્યાન સંભળાવ્યાં. તે સાંભળી સર્પ તરત જ મૃત્યુ પામીને નાગરાજ–ધરણંદ્ર થયો. લોકોએ પ્રભુના જ્ઞાનની ભારે પ્રશંસા કરી. પ્રભુ પાછા રાજમહેલે પધાર્યા. કમઠને લોકોએ તિરસ્કાર કર્યો અને તે બીજા સ્થળે ચાલ્યો ગયો. અનુક્રમે તે અજ્ઞાન તપ કરતો મરણ પામીને ભવનવાસી મેઘકુમાર દેવોમાં મેઘમાલી નામનો દેવ થયા.
પુરુષાદાનીય અરિહંત પાશ્વ દક્ષ હતા, દક્ષ પ્રતિજ્ઞાવાળા, ઉત્તમ રૂપવાળા, સર્વ ગુણોથી યુક્ત, ભદ્ર અને વિનયવાળા–વિનયી હતા. તેઓ એ રીતે ત્રીશ વરસ સુધી ઘરવાસમાં રહ્યા. ત્યારપછી વળી, જેમને કહેવાનો આચાર છે એવા લોકાંતિક દેવોએ આવીને તે પ્રકારની ઈષ્ટિ વાણી દ્વારા યાવતુ આ પ્રમાણે કહ્યું : “હે નંદ ! તારો જય થાઓ, જય થાઓ. હે ભદ્ર !
મળી
૪િ૩ર
Jain Ede
For Private & Personal Use Only
library.org