________________
家、家家家家家樂隊
એવો ભાસ થવા લાગે. (જુઓ ચિત્ર નં. ૧૫).
એ શંખને અવાજ સાંભળતાં જ શ્રીકૃષ્ણને મનમાં કોઈપણ વેરી ઉત્પન્ન થવાની શંકા થઈ અને વ્યાકુલ ચિત્ત આયુધશાળામાં દોડી આવ્યા. પિતાના ભુજબલની સાથે તુલના કરવાના ઈરાદાથી શ્રીકૃષ્ણ નેમિકુમારને કહ્યું કે: “બંધુ ! ચાલો આપણે આપણા બાહુબલની પરીક્ષા કરીએ.” નેમિકુમારે નિઃશંક પણે એ આવાહન સ્વીકાર્યું અને બંને જણ મલ્લના અખાડામાં આવ્યા. નેમિકુમારે કૃષ્ણને કહ્યું કે:-“બંધુ ! કોઈને જમીન પર નાંખી દેવો અને તેને પૃથ્વી ઊપર રગદોળવો એ તો સાધારણ માણસનું યુદ્ધ કહેવાય. આપણે જે બળની પરીક્ષા જ કરવી હોય તો પરસ્પરની ભુજાને કોણ કેટલી નમાવે છે, તે ઊપરથી પૂરતી ખાત્રી થઈ શકે એમ છે.” બંનેએ તે વાત કબુલ કરી. કૃષ્ણ લાંબા કરેલા હાથને નેમિકુમારે તો કમળની નાળની માફક જોતજોતામાં વાળી નાંખ્યો. પછી નેમિકુમારે પોતાનો હાથ લંબાવ્યું, શ્રીકૃષ્ણ તે હાથને વાળી નહિ શકવાથી વૃક્ષની શાખાએ જેમ વાંદરો લટકે તેમ લટકી રહ્યા. આથી તેમને બહુ ખેદ થયો અને તેમનું શ્યામ સુખ શરમને લીધે વધારે શ્યામ થઈ ગયું.
પછી એકાંતમાં બેસી કૃષ્ણ વિચારવા લાગ્યા કે:-“આ બળવાન નેમિકુમાર ધારે તે રમતવાતમાં મારું રાજ્ય પડાવી લે. આ જગતમાં બધે બુદ્ધિવાન માણસે જ વિજય પામે છે અને પૂલ બુદ્ધિવાળા તો હાથ ઘસતા જ બેસી રહે છે; દાંત મહામુશીબતે ચાવે છે, પણ
Jain Education International
For Private & Personal Use Only
www ainelibrary.om