________________
યા
ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થતાં, આરોગ્યવાળી શિવાદેવીએ આરોગ્યપૂર્વક અહત અરિષ્ટનેમિને જનમ આપ્યો (જુઓ ચિત્ર નં. ૧૭ર૧૭૩). અહીં જનમ મહોત્સવ વગેરે સર્વ શ્રીમહાવીરપ્રભુની પેઠે સમજવું ( જુઓ ચિત્ર નં. ૧૭૪) જનમની હકીક્તમાં પિતા તરીકે ‘સમુદ્રવિજય”ના પાઠ સાથે ભાવતુ આ કુમારનું નામ “અરિષ્ટનેમિ કુમાર થાઓ. જયારે ભગવાન ગર્ભમાં હતા ત્યારે તેની માતાએ રમમાં રિષ્ટ રત્નમય ચક્રધારા દેખી હતી. ‘રિટ” શબ્દ અમંગળવાચી હોવાથી, અમંગળના પરિહાર્થે “ અ' અક્ષર ઉમેરી પ્રભુનું નામ અરિષ્ટનેમિ રાખવામાં આવ્યું.
શ્રીઅરિષ્ટનેમિ પ્રભુ પરણ્યા નથી તેથી તેઓ કુમાર
કહેવાય છે. જયારે તેઓ યૌવન અવસ્થાને પ્રાપ્ત થયા ત્યારે ચિત્ર નં. ૧૭૪ પ્રભુ શ્રીનેમિનાથ જનમ મહોત્સવ
શિવાદેવી માતાએ એક વખત કહેલું કે:-“હે વત્સ ! તું
પાણિગ્રહણ કર અને અમારા મનોરથ સંપૂર્ણ કર.” પ્રભુએ જવાબ આપ્યો કે:-“માતાજી ! યોગ્ય કન્યા પ્રાપ્ત થતાં હું પાણિગ્રહણ કરીશ.'
就家樂
Jain Education Internal
For Private & Personal Use Only
wwwatelibrary.