________________
ગોપીઓ અને યાદવોના આગ્રહથી મૈને બેઠેલા પ્રભુ જરા હસી પડ્યા. તેઓને હસતા જોઈ Sી ‘નાદ્રમ્ અનુમતમ્ ના ન પાડી માટે તેઓને કબુલ છે એવો અર્થ કરી સે ગોપીઓ
એકદમ આનંદમય અવાજે બોલી ઉઠી કે –“નેમિકુમાર લગ્ન કરવા તૈયાર છે.” આ વાત નિ જોતજોતામાં દ્વારકા નગરીમાં ઘેરઘેર ફેલાઈ ગઈ.
કષ્ણ વાસુદેવ ઉગ્રસેન રાજા પાસે જઈ તેમની પુત્રી રાજીમતીનું માર્ગ કરી આવ્યા અને ઉગ્રસેન રાજાએ તે ઘણી જ ખુશીથી સ્વીકાર્યું. રાજા સમુદ્રવિજયે તાત્કાલિક કોçકી નામના
જ્યોતિષીને બોલાવી લગ્નનો શુભ દિવસ પૂળ્યો. જોતિષીએ જવાબ આપ્યો કે:–વર્ષાકાળમાં શુભ કાર્યો થઈ શકતાં નથી, તે પછી ગૃહસ્થીઓનું મુખ્ય કાર્ય વિવાહ તો થઈ જ કેમ શકે? સમદ્રવિજયે કહ્યું કે:-“માંડમાંડ નેમિકમારને શ્રીકૃષ્ણ વિવાહ માટે મનાવ્યા છે, તેથી ગમે તેમ કરીને નજીકનો કોઈ શુભ દિવસ જોઈ આપ.” કોળુકીએ ન છૂટકે શ્રાવણ સુદી છઠને દિવસ નકકી કરી આપ્યો. બંને સ્થળે લગ્નની ધામધૂમને લગતી મોટી તૈયારીઓ થવા લાગી. કોકીએ જે લગ્ન જોયું હતું તે ચલિત લગ્ન હતું.
લગ્નના દિવસે શ્રીનેમિકુમારના અંગ ઉપર ઉત્તમ શુંગાર પહેરાવ્યા. એક સરસ ધોળા ઘોડા ઉપર બેસાડ્યા, મસ્તક ઉપર એક છત્ર ધર્યું, બંને પડખે ચામર વીંઝાવા લાગ્યા, અને તેમની પાછળના અશ્વોના હણહણાટથી દિશાઓ ગાજી રહી. નેમિકુમારની પાછળ સમુદ્રવિજયાદિ
૫૬
For Private & Personal Use Only