________________
ભરી ભરી ફેંકવા લાગી અને અંદર અંદર ખૂબ હસવા લાગી. આટલું છતાં પ્રભુ ઊપર તેની કોઈ અસર થઈ નહિ. એટલામાં આકાશવાણી થઈ કે:-“હે ગોપીઓ ! તમે કેટલી બધી ભેળી છો ? પ્રભુની બાલ્યાવસ્થામાં જ ચોસઠ ઈદ્રોએ મળી એક યોજન જેટલા પહોળા મુખવાળા-મોટા હજારો કળશેથી મેરૂપર્વત ઊપર તેમનો અભિષેક કર્યો હતો, છતાં પણ પ્રભુ વ્યાકુળ થયા નહોતા; તો શું તમે તમારી જલક્રીડાથી તેમને વ્યાકુલ કરી શકવાના હતા.” તે પછી પ્રભુએ લાગ જોઈ કૃષ્ણ તથા સર્વ ગોપીઓ તરફ જલથી ભરેલી પીચકારીએ છોડી, અને કુલના દડા પણ ફેક્યા. ગોપીઓ વગેરે થાકી ગયાં એટલે તેમણે સરોવરના કિનારે આવીને નેમિકુમારને સોનાના સિંહાસન ઊપર બેસાડ્યા અને પોતે તેમની આસપાસ વીંટળાઈને ઊભી રહી (જૂઓ ચિત્ર નં. ૧૭૬). ચિત્ર નં. ૧૭૬ શ્રીનેમિકુમારની ગોપીઓ સાથે જલક્રીડા
ક્ષર
Jain Education International
For Private & Personal Use Only