________________
પિતાના સ્થાને ગયો. આવી રીતે દેવાદિએ કરેલા ઉપસર્ગો પ્રભુએ નિર્ભયપણે સહન કર્યા હતા.
ત્યારપછી, તે પાર્શ્વનાથ ભગવાન અનગાર થયા. યાવતુ ઇર્યાસમિતિવાળા થયા અને તે રીતે આત્માને ભાવિત કરતાં કરતાં તેઓને ત્યાસી રાતદિવસ વીતી ગયાં અને જ્યારે તેઓ એ રીતે આત્માને ભાવિત કરતાં કરતાં રાશીમા દિવસની વચ્ચે વર્તતા હતા, ત્યારે જે તે ગ્રીષ્મ ઋતુને પ્રથમ માસ, પ્રથમ પક્ષ એટલે ચિત્ર માસન (ગુજરાતી ફાગણ માસનો) અંધારી પક્ષ આવ્યું, તે ચૈત્ર માસની વદિ ચોથના પક્ષે, દિવસને ચડતે પહોરે ધાતકિના વૃક્ષની નીચે તે પાશ્ચ અનગાર પાણી વગરનો છઠ્ઠનો તપ કરીને રહ્યા હતા, એ સમયે ધ્યાનમાં વર્તતા તેઓ રહેતા હતા ત્યારે વિશાખા નક્ષત્રનો જોગ આવતાં તેમને અનંત, ઉત્તમોત્તમ એવું યાવતુ કેવલજ્ઞાન તથા દર્શન ઉત્પન્ન થયું. (જુઓ ચિત્ર નં. ૧૬૪–૧૬૫) વાવત તેઓ જગતના સર્વ ભાવોને જાણતા અને જેતા વિહરે છે.
પુરુષાદાનીય અરિહંત શ્રી પાર્શ્વનાથને આઠ ગણુ અને આઠ ગણધરો હતા. એક વાચનાવાળા સાધુઓના સમુદાયને “ગણુ” કહેવાય છે; અને ગણના નાયક તે ગણધર. આવશ્યક સૂત્રમાં દશ ગણુ અને દશ ગણધર હોવાનું કહેલું છે. પરંતુ તેમાં બે અલ્પાયુષ્યવાળા હોવાથી આ કપસૂત્રમાં તથા શ્રીસ્થાનાંગસૂત્રમાં તેમનો ઉલ્લેખ કર્યો નથી, એમ શ્રી પૃથ્વીચંદ્રસૂરિએ ‘ક૯૫ ટિપ્પનક'માં કહેલું છે. આ આઠ ગણધરો આ પ્રમાણે:-(૧) શુભ, (૨) અજજોસ—આયોષ, (૩) વસિષ્ઠ, (૪) બ્રહ્મચારી, (૫) સેમ, (૬) શ્રીધર, (૭) વીરભદ્ર, અને (૮) જસ—યશસ્વી.
૩૮
Jain Education n
ational
For Private & Personal Use Only
N
i nelibrary.org