________________
જે મરીને મેઘમાલી નામના દેવ થયો હતો તેણે પ્રભુને ધ્યાનમગ્ન થએલા જોયા, જોતાંની સાથે જ પિતાના પૂર્વભવનું વેર યાદ કરીને, ક્રોધથી અંધ થએલો મેઘમાલી પ્રભુને ઉપસર્ગ કરવા ત્યાં ઉપસ્થિત થયા. પછી તો તેણે સિંહ, વીંછી, સર્પ વગેરેનાં જુદાં જુદાં રૂપ વિકુવ પ્રભુને બીવરાવવા પ્રયત્ન કર્યો. પરંતુ પ્રભુને જરાપણુ ક્ષેભ પામ્યા વગરના જોઈને, તેણે આકાશમાં કાળરાત્રિ જેવા ભયંકર વાદળાં વિકવ્યાં. કપાંતકાળના મેઘની માફક વરસાદ વરસાવવો શરૂ કર્યો. દરેકે દરેક દિશામાં મહાભયંકર વિજળીઓ થવા લાગી. અને બ્રહ્માંડને ફાડી નાખે એવી ઘોર ગર્જનાઓ થવા લાગી. આકાશ અને પૃથ્વી પણ એકાકાર બની ગયાં. ક્ષણમાં પાણીનો પ્રવાહ પ્રભુની નાસિકાના અગ્ર ભાગ સુધી આવી પહોંચ્ય, છતાં પ્રભુ તો અડગ જ રહ્યા. એ વખતે ધરણેન્દ્રનું આસન કંપાયમાન થયું. પોતાના અવધિજ્ઞાનથી પ્રભુના ઊપર મેઘમાલીએ કરેલા ઉપસર્ગની હકીકત જાણી કે તરત જ પોતાની પટરાણીઓ સહિત ધરણંદ્ર ત્યાં આવ્યો (જુઓ ચિત્ર નં. ૧૬૨). ધિરણંદ્ર આવીને પ્રભુના ચરણકમળ નીચે સેનાનું કમળ વિકવ્યું અને તેમના મસ્તક ઉપર પોતાની ફણએફપી છત્ર ઘરી રાખ્યું. ધરણ તેઓની ભક્તિ કરી અને કાંઠે ઉપસર્ગ કર્યો, તો પણ પ્રભુ તા. બન તરફ સમાન દુષ્ટિવાળા જ હતા.] અને મેઘમાલીને ધમકાવ્યો, એટલે મેઘમાલીએ વાદળા, વરસાદ વગેરે સંહરી લીધું અને પોતાના અપરાધની ક્ષમા માંગી સ્વરસ્થાને ચાલ્યો ગયો. ઉપસર્ગનું નિવારણ કર્યા પછી ધરણંદ્ર પણ પ્રભુ પાસે નાટક વગેરેથી પ્રભુની પૂજા કરી (જુઓ ચિત્ર નં. ૧૬૩)
Jain Eduals
For Private & Personal Use Only
1
2