________________
(
વિશેષતા એ કે પાર્શ્વનાથ પ્રભુ વણારસી નગરીની વચ્ચે વચ્ચે થઈને નીકળે છે, નીકળીને જે તરફ આશ્રમપદ નામનું ઉદ્યાન છે તે તરફ અને તે ઉદ્યાનમાં જે તરફ અશોકનું ઉત્તમ વૃક્ષ છે, તે તરફ–સમીપે જાય છે, સમીપે જઈને અશોકના ઉત્તમ વૃક્ષની નીચે શિબિકાને ઊભી રખાવીને શિબિકામાંથી નીચે ઊતરે છે, નીચે ઊતરીને પોતાની જ મેળે પંચમુણિલોચ કરે છે (જુઓ ચિત્ર નં. ૧૬૦). લોચ
કરીને પાણી વગરનો અડ્ડમ કરીને વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થતાં, એક દેવદૂષ્યને ગ્રહણ પા કરીને, બીજા ત્રણસેં પુરૂષો સાથે મુંડ થઈને, ઘરવાસથી નીકળીને અનગારદશાને સ્વીકારે છે. (જુઓ ચિત્ર નં. ૧૬૧).
પુરુષાદાનીય અરિહત પાધે હમેશાં શરીર તરફના લક્ષ્યને વોસરાવેલ હતું. શારીરીક વાસનાઓને તજી દીધેલ હતી, એથી અનગાર દશામાં એમને જે કંઈ ઉપસર્ગો ઉપજે છે પછી ભલે તે દેવી હોય, માનવીએ કરેલા હોય કે પશુપક્ષીઓ તરફથી હોય. તે ત્રણ પ્રકારના ઉત્પન્ન થએલા ઉપસર્ગોને તેઓ નિર્ભયપણે સારી રીતે સહે છે, ક્રોધ આપ્યા વિના ખમે છે, ઉપસર્ગો તરફ તેમની સામ સાથેની તિતિક્ષાવૃત્તિ છે અને તેઓ શરીરને બરાબર અચલ દઢ રાખીને એ ઉપસર્ગોને પિતા ઊપર આવવા દે છે. તેમાં કમઠ દેવે કરેલ ઉપસર્ગ આ પ્રમાણે છે :-શ્રી પાર્શ્વનાથ પ્રભુ દીક્ષા લીધા પછી, વિહાર કરતા કરતા, કેઈએક તાપસના આશ્રમમાં આવી પહોંચ્યા. ત્યાં રાતે એક કૂવાની નજીકમાં જ વડવૃક્ષ નીચે પ્રભુ કાઉસગ્નધ્યાને ઊભા રહ્યા. તે વખતે, કમઠ તાપસનો જીવ
Jan Edu
For Private & Personal Use Only