________________
અનુક્રમે પ્રભુ યૌવન અવસ્થાને પ્રાપ્ત થયા, ત્યારે કુશસ્થલ નગરના પ્રસેનજિત રાજાની
પ્રભાવતી નામની પુત્રી સાથે માતાપિતાએ આગ્રહથી લગ્ન કર્યું.
એક વખત ભગવાન શ્રી પાર્શ્વનાથ પોતાના મહેલના ITUTE ST બરખામાં બેસી
ઝરૂખામાં બેસી વાણારસી નગરીનું અવલોકન કરી રહ્યા હતા, એટલામાં નગરના કેટલાક સ્ત્રી-પુરુષો હાથમાં પુષ્પો વગેરે પૂજાની સામગ્રી લઈને નગરની બહાર જતાં તેમની દષ્ટિએ પડ્યા. પ્રભુએ કેઈને પૂછયું કે: “આ નગરજને કયાં જાય છે?” તે માણસે જવાબ આપ્યો કે: “પ્રભુ! કોઈએક ગામડામાં કમઠ નામને દરિદ્ર બ્રાહ્મણપુત્ર રહેતો હતો. તેના માબાપ નાનપણમાં જ મરી ગયા હતા. તેથી ગામના માણસે તેને નિરાધાર માનીને ઉછેરતા હતા. એક વખતે રત્નજડિત ઘરેણાંથી શણગારાયેલાં નગરજનોને જોઈને તે માટે વિચાર્યું
કે: “મને ખાવાને અન્ન તથા પહેરવાને વસ્ત્રનાં પણ ફાંફાં ચિત્ર ન. ૧૫૭ પ્રભુ શ્રી પાર્શ્વનાથનો છે અને આ લોકોના વૈભવનો કોઈ પાર જ નથી. પરંતુ, જનમ મહોત્સવ
એ લોકોએ પૂર્વભવમાં તપ કર્યું હશે તેથી જ એ લોકોને આ
Jain Plienational
For Private & Personal Use Only
library.org