________________
ૐ ૐ ૐ ન
અતિક્રાંત થતાં, છ્યાસી વરસના આયુષ્યવાળા કહ્કી નામના નીચ રાજાને તું મારી નાખશે અને તે કલ્ટીના પુત્ર ધર્મદત્ત નામના રાજાને રાજ્ય ઊપર સ્થાપન કરશે, ત્યારથી સાધુ–સાધ્વીના આદર સત્કાર પૂજા ઉત્તરોત્તર વૃદ્ધિ પામશે.
જે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત્ તેમનાં તમામ દુ:ખા છેદાઈ ગયાં તે રાતે, બચાવી ન શકાય એવી થવા નામની જીવાત ઉત્પન્ન થઈ ગઇ, જે વાત સ્થિર હાય—ચાલતી ન હોય તો છદ્મસ્થ નિગ્રંથ અને નિગ્રંથીએને આંખે જલદી જેવાય તેવી નહોતી અને જ્યારે અસ્થિર હાય એટલે કે ચાલતી હોય ત્યારે તે વાતને છદ્મસ્થ નિગ્રંથ અને નિગ્રંથી પેાતાની આંખે ઝડપથી જોઈ શકતા હતા. એવી એ જીવાતને જોઇને ઘણા નિગ્રંથાએ અને નિગ્રંથીઆએ અનશન સ્વીકારી લીધું હતું.
અહીં શિષ્ય પ્રશ્ન પૂછે છે કે: “હે ભગવંત! તે એમ કેમ થયું ? એટલે કે એ વાતને જોઈને નિગ્રંથા અને નિગ્રંથીઓએ અનશન કર્યું એ શું સૂચવે છે? ’
ગુરુએ ઉત્તર આપતાં કહ્યું કે: “હે શિષ્ય! આજથી માંડીને સંયમ દુરારાધ્ય થશે એટલે કે સંયમ પાળવા ઘણા કઠણ પડશે એ હકીકતને એ અનશન સૂચવે છે. ”
તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરને ઇંદ્રભૂતિ વગેરે ચૌદ હજાર ૧૪૦૦૦ શ્રમણાની ઉત્કૃષ્ટી શ્રમણ સંપદા હતી. શ્રમણ ભગવાન મહાવીરને આર્ય ચંદના વગેરે છત્રીશ હજાર ૩૬૦૦૦
Jain Educational
For Private & Personal Use Only
蘇菜鮮果鮮漿
|૪૯
brary.org