________________
ૐ ન
સુ
જ્યા
આપણા યજ્ઞમંડપમાં આવી રહ્યા છે.’” બધા બ્રાહ્મણો દેવાને આવવાની રાહ શ્વેતા, આકાશ તરફ જોઈ રહ્યા. દેવા । યજ્ઞમંડપને છેાડી શ્રીમહાવીર પ્રભુના સમવસરણ તરફ જવા લાગ્યા. આથી બ્રાહ્મણેા ઝંખવાણા પડી ગયા અને તેની આશાઓ વ્યર્થ ગઈ.
કોઈની પાસેથી ઇંદ્રભૂતિના સાંભળવામાં આવ્યું કે: “આ દેવા તા સર્વજ્ઞને વંદન કરવા જાય છે. આ શબ્દો ઈંદ્રભૂતિના કાને પડતાં જ તે ક્રોધથી ધમધમી ઉઠ્યો અને વિચારવા લાગ્યા કે:–મારા સિવાય “આ પૃથ્વીના પડ ઊપર બીજે સર્વજ્ઞ હાઈજ ના શકે ! કાનને કડવું લાગે તેવું આ મારાથી કેમ સાંભળી શકાય ? '' પણ આ શું? મૂર્ખ લેાકેાને તે આ ધૂતારા થાડી વારને માટે છેતરી શકે, પણ આને તે દેવાને પણ છેતર્યા લાગે છે. આ પવિત્ર યજ્ઞમંડપને અને મને–સર્વજ્ઞને છોડીને દેવા સીધા ત્યાં કેમ ચાલ્યા ગયા? ખરેખર ! આ દેવને છેતરનાર કોઈ પાખંડી હોવા જોઈએ. નહીંતર નિર્મળ જળને ાડી જનાર કાગડાની માફક, અગાધ જળથી ભરેલા સરોવરને છોડી જનાર દેડકાની માફક, સુગંધવાળા ચંદનને છેાડી જનાર માખીઓની માફક, સ્વાદિષ્ટ ફળવાળા સુંદર વક્ષને છેાડી જનાર ઊંટની માફક, મીઠા એવા દૂધપાકને છોડી જનાર ભૂંડની માફક અને સૂર્યના ઝળહળતા પ્રકાશને છોડી દેનાર ઘુવડની માફક, ભ્રાંતિ પામેલા આ દેવતાઓ આ પવિત્ર યજ્ઞમંડપને છેાડી આ પાખંડી પાસે કેમ ચાલ્યા જાય ? '
Jain Educational
For Private & Personal Use Only
*** *** *
૩૮૩
brary.org