________________
જ આ જ રીતે
એક વાદી પણ છતાયા વિના રહી જાય તે પણ મારી કીર્તિને મોટું કલંક લાગે. તમે તો જાણો છો જ કે શરીરમાં રહી ગએલું નાનું શલ્ય પણ પ્રાણઘાતક નીવડે છે, વહાણમાં પડેલું નાનું બાકોરૂં બધાને પ્રાણ નાશ કરવામાં સમર્થ થાય છે, કિલ્લાની મજબુત દિવાલમાંથી એક ઇંટ ખસી પડે તો પણ જોખમકારક ગણાય છે. માટે હે અગ્નિભૂતિ ! જગતના વાદીઓને જીતીને મેં જે અક્ષય કીર્તિ મેળવી છે, તેને વિચાર કરતાં આ વાદીને જીતવા માટે પોતે જ જવું જોઈએ એમ મને ચોકકસ લાગે છે.”
આ પ્રમાણે વિચાર કરીને દ્વિભૂતિએ પિતાનાં આખા શરીરે બાર તિલક કયાં. સોનાની જનોઈ ધારણ કરી, ઉત્તમોત્તમ પીતાંબર પહેરીને, હાથમાં પુરતો રાખીને ચાલતા કેટલાક શિષ્યો, હાથમાં કમંડલુ પકડીને ચાલતા કેટલાક શિષ્યા, અને હાથમાં દુર્ભ રાખીને ચાલતા કેટલાક શિષ્ય સાથે ઈદ્રભૂતિ મહાવીર પ્રભુ સાથે વાદવિવાદ કરવા ત્યાંથી ચાલી નીકળ્યો. ઈદ્રભૂતિની સાથેસાથે ચાલતા કેટલાક શિષ્યો આ પ્રમાણે ઇદ્રભૂતિની બિરૂદાવલી બોલતા હતા: “હે સરસ્વતી કંઠાભરણુ -સરસ્વતી છે કંઠનું આભૂષણ જેનું એવા, હે વાદિ વિજયલક્ષ્મીશરણ–વાદિઓના વિજયરૂપી લક્ષ્મીના શરણભૂત એવા, હે વાદિમદગંજન-વાદિઓના મદને ઊતારનાર, હે વાદિમુખભંજન-વાદિઓના મુખને ભાંગી નાખનાર, હે વાદિગજસિંહ-વાદિઓ રૂપી હાથીને નાશ કરવામાં સિંહ સમાન, હે વાદીશ્વરલીહ, વાદિસિંહઅષ્ટાપદ, વાદિવિજયવિશદ, વાદિવંદભૂપાલ, વાદિશિર:કાલ, વાદિકદલીપણુ, વાદિતમેભાન,
કે
Jan Edua
For Private & Personal Use Only