________________
સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી એમ સિદ્ધ થઈ શકતું નથી. આવી જ રીતે “ઢે પુરુષ વ વાક્યમાં આત્માની સ્તુતિ ગાઈ છે, તેથી ‘કર્મ જ નથી એમ માની લેવાની જરૂર નથી. “અમૂત્ત આત્માને મૂર્ત કર્મવડે અનુગ્રહ અને ઉપઘાત કેમ સંભવે?’ એમ જે તું માને છે તે અયુક્ત છે. કારણ કે બ્રાહ્મી જેવી ઔષધિવડે તથા ઘી, દૂધ વગેરે સાત્વિક પદાર્થો વડે તેને અનુગ્રહ થતો જોઈએ છીએ. તેમજ દારૂ કે ઝેર જેવા પદાર્થો વડે જ્ઞાનને ઉપઘાત થતો જોવામાં આવે છે. એટલે અમૂર્તને પણ મૂર્નવડે અનુગ્રહ અને ઉપઘાત જરૂર સંભવે છે.
વળી, જે કર્મ ના હોય તો એક સુખી અને બીજે દુઃખી, એક શેઠ અને બીજે નોકર, એવા ભેદો અને આ જગતની બધી વિચિત્રતાઓનું બીજું કયું કારણ હોઈ શકે ? આ બધાની સ્થિતિના ફેરફાર માટે કાંઈ પણ કારણ હોવું જોઈએ, અને તે તેમનાં શુભાશુભ કર્મ જ છે. આ પ્રમાણેની પ્રભુના મુખથી યુક્તિઓ સાંભળીને અગ્નિભૂતિને કમ વિશેનો સંશય ટળી ગયે. તે જ વખતે તેણે પણ પોતાના પાંચ શિષ્યો સહિત પ્રભુ પાસે દીક્ષા લીધી.–બીજા ગણધર સંપૂર્ણ
ત્રીજા વાયુભૂતિએ ઇંદ્રભૂતિ અને અગ્નિભૂતિને દીક્ષિત થએલા સાંભળીને વિચાર્યું કે-“ઇદ્રભૂતિ અને અગ્નિભૂતિના પૂજ્ય એ મારા પણ પૂજ્ય ગણાય. તેથી મારે પણ તેમની પાસે જઈ મારી શંકાનું સમાધાન કરી લેવું જોઈએ.” પ્રભુ પાસે તે પોતાના પાંચસો શિષ્યના પરિવાર સાથે પહોંચ્યો કે તુરત જ પ્રભુએ કહ્યું કે:-“હે ગૌતમ વાયુભૂતિ! આ શરીર એ જ આત્મા હશે કે શરીરથી ભિન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.ainelibrary.org