________________
કે:-“અગ્નિ શીતળ થઈ જાય. વાયુ થિર થઈ જાય, પર્વત પીગળી જાય, હિમને સમૂહ સળગી ઉઠે તે પણ મારો ભાઈ હારી જાય તે સંભવી શકે નહિ.” પરંતુ લોકોને પૂછતાં અગ્નિભૂતિને નિશ્ચય થયે કે:–ખરેખર ! ઈદ્રભાતિએ દીક્ષા લીધી છે, ત્યારે તે અભિમાનથી વિચારવા લાગ્યો કે:“હું જઈને તે ધૂતારાને જિતી લઈને મારા મોટાભાઈને પાછો લઈ આવીશ.”
આ પ્રમાણે વિચાર કરીને અગ્નિભૂતિ પોતાના પાંચસે શિષ્યને સાથે લઈ પ્રભુની પાસે પહોંચી ગયે. પ્રભુએ તેને પણ તેનાં નામ તથા ગોત્રના સંબોધનથી બોલાવીને તેના મનનો સંદેહ કહી આપ્યો. પ્રભુએ કહ્યું કે:-“હે ગૌતમ અગ્નિભૂતિ! કર્મ છે કે નહીં? એ વિષે તને શંકા છે, અને આ શંકા તને પરસ્પર વિરૂદ્ધ ભાસતાં વેદ પદેથી થઈ છે.”
તે વેદ પદો આ પ્રમાણે છેઃ–પુ વેઢ નિ સર્વ મૂર્ત જ મળે ઈત્યાદિ ન કરી વાયાલંકાર છે. મૂતંજે ભૂતકાળમાં થએલું છે. મળ્યું–જે ભવિષ્યકાળમાં થવાનું છે. તત સર્વ | મોટી ઢં પુરુષ –તે સર્વ પુરુષ જ છે, એટલે આત્મા જ છે. મતલબ કે આત્મા સિવાય કર્મ જેવું
કાંઈ જ નથી. આ વચનથી તું એમ માને છે કે મનુષ્ય, દેવ, તિર્યંચ, પર્વત, પૃથ્વી વગેરે જે જે વસ્તુઓ દેખાય છે તે સર્વ આત્મા જ છે. તેથી કમનો ચેક નિષેધ છે, અર્થાત આત્મા સિવાયની એક પણ વરતું નથી. તું એવું માને છે કે:-“આત્મા અમૂર્ત છે, તેને મુક્ત એવા
For Private & Personal Use Only
VO