________________
ક
સુ
જ્યા
1
*
કોઇ પદાર્થ જ નથી અને તેથી પુનર્જન્મ પણ નથી તથા પરલેાક પણ નથી. તારા આ અર્થ અયુક્ત છે. એના ખરો અર્થ આ પ્રમાણે છે:—વિજ્ઞાનનો જ્ઞાન દર્શનનો ઉપયોગ તે વિજ્ઞાન કહેવાય અને તે વિજ્ઞાનના સમુદાય રૂપ જ આત્મા. આત્માના પ્રત્યેક પ્રદેશે જ્ઞાન દર્શનના ઉપયાગરૂપ અનંતા પર્યાયેા રહેલા છે, તે વિજ્ઞાનના સમુદાયથી આત્મા કથંચિત્ અભિન્ન છે. એટલે કે વિજ્ઞાનમય આત્મા હોવાથી વિજ્ઞાનધન વવિજ્ઞાનના સમુદાયરૂપ જ છે. જ્યારે ઘટ પટ વગેરે ભૂતા જ્ઞેયપણે પ્રાપ્ત થયા હોય ત્યારે તે ઘટપટાદરૂપ હેતુથી ‘આ ઘડો છે અથવા આ વસ્ત્ર છે' ઇત્યાદિ પ્રકારના ઉપયાગરૂપે આત્મા પરિણમે છે. તેયો મૂતમ્યોધાદિ વસ્તુના ઉપયાગવાળા જીવ. સમુત્યાય—ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે તાન્યેવ બનુ વિનશ્યતિતે ઘટાદિ વસ્તુનું અંતર પડી જાય, અથવા તે તે વસ્તુના અભાવ થાય ત્યારે આત્માના ઉપયાગ તે વસ્તુ પરથી હઠી જાય છે અને બીજા પદાર્થમાં ઉપયાગ પ્રવર્તે છે. તેથીજ કહ્યું છે કે:‘ન ધૃતસંજ્ઞાતિ’-પૂર્વના ઉપયાગરૂપ સંજ્ઞા રહેતી નથી.”
વળી વેદમાં કહ્યું છે કે:-તે વૈ યં બાત્મા જ્ઞાનમય”—આ આત્મા જ્ઞાનમય છે. તથા ‘વલ–તમો વાન તથા ત્તિ ત્રિયં યો યેત્તિ સ નીવ’ દદદ એટલે દમ, દાન અને દયા એ ત્રણ દકારને જે જાણે છે તે જીવ છે. આ વેદવાક્ય પણ આત્મા જ સિદ્ધ કરે છે. જેવી રીતે દૂધમાં
For Private & Personal Use Only
Jain Educational
323
ibrary.org