________________
વગરના અને સઘળા ગુણવાળા આ તો છેલ્લા તીર્થકર જ છે.”
આ પ્રમાણે વિચાર કરીને પાછો વધુ વિચાર કરવા લાગ્યો કે:-“હવે મેં ઉપાર્જન કરેલું મારું મહત્વ શી રીતે સચવાશે? એક ખીલીની જરૂરીયાત માટે આખા મહેલ કોણ પાડી નાખે?
આ એકને જીતવા માટે હું અત્રે આવ્યો ન હોત તો મારી શી બદનામી થવાની હતી? જગતને | જિતનાર એવો હું મારી આબરૂ શી રીતે રાખીશ? મેં કેવું અવિચારી કાર્ય કર્યું? મારી કુમતિએ જ મને આ જગદીશના અવતારને જિતવા મોકલ્યો. આ મહાજ્ઞાની આગળ કેવી રીતે બોલી શકીશ? એમની પાસે જઈને ઊભે કેવી રીતે રહીશ? સંકટમાં પડેલા એવા મારા યશનું શંકર રક્ષણ કરો. કઈ ભાગ્યના ઉદયથી જે હું અહીં વિજય મળવું તો હું ત્રણે જગતમાં એક અદ્વિતીય પંડિત ગણાઉં.”
આ પ્રમાણે ચિતવન કરતા ઈદ્રભૂતિને, અમૃતસરખી મધુરવાણીથી પ્રભુએ તેનાં નામ અને ગોત્રનો ઉલ્લેખ કરીને બોલાવ્યું કે:-“હે ગૌતમ અદ્રભૂતિ! તું અહીં ભલે આવ્યો.”
પિતાનાં નામ અને ગોત્રને ઉલ્લેખ સાંભળી દ્વિભૂતિ વિચારમાં પડી ગયો. પરંતુ બીજી જ ક્ષણે તેને થયું કે:-“ત્રણ જગતમાં વિખ્યાત એવા મને કોણ નથી ઓળખતું? સૂર્યને તો બાલગોપાલ પણ ઓળખે તેમાં શું નવાઈ? અલબત આ મહાપુરુષ જે મારા મનને સંદેહ કહી આપે તો હું જરૂર તેને સર્વજ્ઞ માની શકું.”
ઈદ્રભૂતિ આ પ્રમાણે વિચાર કરે છે તેટલામાં જ જાણે કે સમુદ્રમંથન થતું ના હોય? ગંગાના
૩૧
Jain de
For Private & Personal Use Only
Lratv.org