________________
આવો જવાબ સાંભળીને ઈદ્રભૂતિને થયું કે –“ ખરેખર ! આ ધૂર્ત કોઈ જબર માયાવી હોવો જોઈએ. તેણે આ સકલ જનતાને કેવી આંજી નાખી છે. પરંતુ તેથી શું થયું ?
જ્યાં સુધી એ સર્વજ્ઞ મારી સાથે વાદવિવાદમાં નથી ઊતર્યો ત્યાં સુધી જ તેનું મિથ્યાભિમાન ટકી રહેવાનું. પણ આમ મારે બેઠાબેઠા કયાં સુધી સહન કરવું ? જેમ અંધકારના સમૂહને નાશ કરવામાં સૂર્ય જરા પણ વિલંબ કરતો નથી; અને અગ્નિને હાથનો સ્પર્શ થતાં જ તે પિતાને પ્રતાપ બતાવી આપે છે અથવા સિંહ જેમ કેશવાળી ખેંચાતાં તાડુકી ઉઠે છે, તેમ મારે પણ એ સર્વજ્ઞ મિથ્યાડખર ખુલ્લો પાડવો જોઈએ. ખરો ક્ષત્રિયબચ્ચે દુશ્મનને ઊભે રહેવા દેતો જ નથી. જેણે પ્રખર પંડીતોની સભામાં ભલભલા વાદીઓના મેં બંધ કરી દીધાં છે, એવા મારી પાસે, આ પિતાના ઘરમાં જ શુરવીર બની બેઠેલા સર્વજ્ઞ કયાં સુધી ટકી શકવાને હતો ? જે અગ્નિ મેટા પર્વતોને ક્ષણ માત્રમાં બાળીને ભસ્મ કરી નાખે તે અગ્નિ પાસે, એક લાકડાના દુઠાનું શું ગજું ? જે વાયુથી મદોન્મત્ત હાથીઓ પણ ઉડી જાય તે વાયુ પાસે એક રૂની પુણીનું શું જોર ચાલે ?
“ગૌડ દેશમાં જનમેલા પંડીતો તો મારા ભયથી ડરીને દૂર દેશમાં જતા રહ્યા છે, ગુજરાતના પંડીત તો જર્જરિત થઈને ત્રાસ પામી ગયા છે, માળવાના પંડીતો મરી ગયા છે, અને તિલંગ દેશના પંડીતો તો મારાથી ડરીને ક્યાંઈ નાશી ગયા છે. અરે ! લાટ દેશના
Jain Education International
For Private & Personal Use Only
wwwncbary.org