________________
અથવા–“તો જેવો એ સર્વજ્ઞ, તેવા જ તેના આ દેવ પણ હશે. સરખે સરખાનો આ ઠીક મેળાપ થયો લાગે છે. જેમ–આંબાના સુગંધી મહોરની આજુબાજુ સુગંધને પીછાણનારા વિચક્ષણ ભમરાઓ જ ગુંજારવ કરતા એકઠા થાય, બાકી કાગડાઓ તો કડવો લીંબડે જ પસંદ કરે.”
વળી પાછો ઈંદ્રભૂતિ વિચાર કરવા લાગ્યો કે:-“ શું એક જ આકાશમાં બે સૂર્ય હાઈ શકે ? એક જ ગુફામાં શું બે સિંહ પાસે રહી શકે ? એક મ્યાનમાં બે તલવાર કઈ દિવસ રહી જાણી છે? તો પછી એક તો હું અને બીજો તે. એમ બે સર્વજ્ઞ શી રીતે હોઈ શકે ??? હું તેનો સર્વાપણાનો ખાટો ડોળ સહન કરી શકું તેમ નથી.
પછી ભગવંતને વંદન કરીને પાછા ફરતા લોકોને, ઈદ્રભૂતિ હસતાં હસતાં પૂછવા લાગ્યો કે:તમે તે સર્વજ્ઞને જે? કહો તો ખરા કે તે સર્વજ્ઞ કેવો છે? તેનું રૂપ કેવું છે? તેનું રસ્વરૂપ કેવું છે? તેનું તો કાંઈ વર્ણન કરો ?”
લોકે કહેવા લાગ્યા કે:-“જે ત્રણે જગતના જે એકઠા થાય, અને તેઓના આયુષ્યની સમાપ્તિ થઈ જાય ત્યાંસુધી પણ સર્વજ્ઞ પ્રભુના ગુણ ના ગાઈ શકાય. પરાર્ધથી ઊપર ગણિત હોય અને સર્વજ્ઞ પ્રભુનાં ગુણગાન ગાવામાં આવે તો પણ તે અધુરાં ને અધુરાં જ રહી જાય.”
Jain Educati
o nal
For Private & Personal Use Only
બ