________________
-સંતેષ વડે, અનેપમ સત્ય, સંયમ, તપ વગેરે જે જે ગુણોના ઠીક ઠીક આચરણને લીધે નિર્વાણુને માર્ગ એટલે સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન, અને સમ્યક્રચારિત્ર એ રત્નત્રય વિશેષ પુષ્ટ બને છે અર્થાત મુક્તિફળને લાભ તદ્દન પાસે આવતા જાય છે, તે તે તમામ ગુણો દ્વારા આત્માને ભાવિત કરતા ભગવાન રહે છે અને એ રીતે વિહરતાં તેમનાં બાર વરસ વીતી જાય છે.
મહાવીર પ્રભુએ સાધનાના છ વરસમાં જે જે તપ તથા પારણાં કર્યો તે આ પ્રમાણે :– | એક છ મહિનાનો તપ ૬, એક છ મહિનામાં પાંચ દિવસ એાછાનો ૧૧-૨૫, નવ ચારમાસી તપ
૪૭–૨૫, બે ત્રણમાસી તપ પ૩-૨૫, બે અઢી માસી તપ ૫૮–૨૫, છ બેમાસી તપ ૭૦-૨૫, બે દઢમાસી તપ ૭૩-૨૫, બાર એક મહિનાના ઉપવાસ ૮૫–૨૫, બોંતેર પંદર પંદરદિવસના ઉપવાસ ૧૨૧–૨૫. એક ભદ્ર પ્રતિમાં બે દિવસની, એક મહાભદ્ર પ્રતિમા ચાર દિવસની અને સર્વતોભદ્ર પ્રતિમા દશ દિવસની ૧૨૨-૧૧, બસે ઓગણત્રીશ છઠ્ઠ ૧૩૭–૧૯, બાર અમ ૧૩૮-૨૫, ત્રણસોને ઓગણપચાસ ૩૪૯ પારણાના દિવસ ૧૫૦–૧૪, એક દીક્ષાનો દિવસ ૧૫૦–૧૫. આ રીતે પ્રભુએ બાર વરસ સાડા છ માસ સુધીમાં જે જે તપ કર્યા તે સઘળા જળરહિત જ કર્યા. ઓછામાં ઓછા તપ છઠ્ઠનો કર્યો, કેઈપણ વખત એક ઉપવાસ કરીને પારણું ન કર્યું, તેમ નિત્ય જન તો કઈ જ વખત ન કર્યું.
આ પ્રમાણે તેરમા વરસનો મધ્યભાગ એટલે ગ્રીષ્મકાળ ભર ઉનાળાને બીજો મહિનો અને
For Private & Personal Use Only
Daryo