________________
દેદીપ્યમાન થયા.
તે ભગવંતને ક્યાંય પ્રતિબંધ નથી એટલે ભગવાનના મનને હવે કઈ રીતે બંધાવાપણું રહ્યું નથી. એવો તે પ્રતિબંધ–બંધાવાપણું–ચાર પ્રકારે હોય છે: ૧ દ્રવ્યથી, ૨ ક્ષેત્રથી, ૩ કાળથી, અને ૪ ભાવથી.
૧ દ્રવ્યથી એટલે સ્ત્રી વગેરે સચિત્ત અને આભૂષણ વગેરે અચિત્ત. આભૂષણ પહેરેલી સ્ત્રી વગેરે મિશ્ર. આ પ્રમાણે સચિત્ત, અચિત્ત અને મિશ્ર પદાર્થોમાં હવે ભગવાનને બંધાવાપણું રહ્યું નથી. ૨ ક્ષેત્રથી એટલે ગામમાં, નગરમાં, અરણ્યમાં, ખેતરમાં, ખળામાં, ઘરમાં, ઘરના આંગણામાં કે આકાશમાં એવા કોઈપણ સ્થાનમાં ભગવાનને બંધાવાપણું રહ્યું નથી. ૩ કાળથી એટલે અત્યંત સૂક્ષ્મ કાળરૂપ સમયમાં, અસંખ્યાત સમયરૂપ આવલિકામાં, શ્વાસોશ્વાસના પ્રમાણુવાળા કાળમાં, સાત ઉછવાસના પ્રમાણુવાળા સ્તોક નામના કાળમાં, ઘડીના છઠ્ઠા ભાગરૂપ ક્ષણમાં, સાત રસ્તોકપ્રમાણ લવમાં, સિત્તોતેર લવપ્રમાણુ મુહૂર્તમાં, દિવસમાં કે રાતમાં, પખવાડીયામાં કે મહિનામાં, ઋતુમાં કે અયનમાં, વર્ષમાં કે યુગપૂર્વ અંગપૂર્વ જેવા લાંબા કાળના સંયોગમાં પ્રભુને કઈ પ્રકારના સૂક્ષ્મ કે સ્કૂલ વા નાના મોટા કાળનું બંધન રહ્યું નથી. ૮ ભાવથી એટલે ક્રોધ, માન, છળકપટ, લોભ, ભય, હાસ્ય-ઠઠ્ઠી મશ્કરી, રાગ, દ્વેષ, કછોટો, આળ ચડાવવારૂપ અભ્યાખાનમાંબીજાના દોને પ્રગટ કરવા ચાડી ખાવી–બીજાની નિંદા કરવી, મનને રાગ, મનને ઉદ્વેગ, કપટવૃત્તિથી અસત્ય
NGS
૩૭૬
For Private & Personal Use Only