________________
શરીરનો બીજો મેલ, એ બધાંનો પરિત્યાગ કરવામાં પણ ઉપયોગ રાખ્યો. પ્રભુને ઉપકરણ કે ભલેષ્મ વગેરેનો અસંભવ હોવાથી, ઊપર કહી તે પાંચ સમિતિઓમાંની છેલ્લી બે સમિતિઓને અસંભવ છે, છતાં સૂત્રના પાઠને અખંડિત રાખવા માટે સૂત્રકારે આ બે સમિતિઓ પણ કહી છે. આ રીતે પાંચ સમિતિને ધારણ કરતા ભગવાન મનને બરાબર રીતે પ્રવર્તાવનારા અને શરીરને બરાબર સારી રીતે પ્રવર્તાવનારા થયા. મનગુપ્તિ, વચનગુપ્તિ તથા કાયમિને સાચવનારા થયા. એ રીતે ગુપ્તિવાળા અને જિતેંદ્રિય ભગવાન સર્વથા નિર્દોષપણે બ્રહ્મચર્યાવિહારે વિચારનારા થયા, ક્રોધ વગરના, અભિમાન વગરના, છળકપટ વગરના અને લોભરહિત ભગવાન શાંત બન્યા, ઉપશાંત બન્યા, તેમના સર્વ સંતાપ દૂર થયા, તેઓ આસ્રવ વગરના, મમતા રહિત, પાસે કશો, પણ પરિગ્રહ નહીં રાખનારા અકિંચન થયા, હવે તો એમની પાસે ગાંઠવાળીને સાચવવા જેવી એક પણ ચીજ રહી નથી એવા એ અંતરથી અને બહારથી છિન્નગ્રંથ થયા, જેમ કાંસાના વાસણમાં પાણી ચુંટતું નથી તેમ તેમનામાં કોઈ મળ ચોંટતો નથી એવા એ નિરૂપલેપ થયા, જેમ શંખની ઊપર કઈ રંગ ચડતો નથી એમ એમની ઊપર રાગદ્વેષની કશી અસર પડતી નથી એવા એ ભગવાન જીવની પેઠે અપ્રતિહત–કોઈ પ્રકારનો પ્રતિબંધ રાખ્યા વિના અખલિતપણે વિહરવા લાગ્યા, જેમ આકાશ બીજા કોઈ આધારની એશિયાળ રાખતું નથી તેમ ભગવાન બીજા કોઈની સહાયતાની ગરજ રાખતા નથી એવા નિરાલંબન થયા, વાયુની પેઠે પ્રતિબંધ વગરના બન્યા,
Jan El
national
For Private & Personal Use Only
library.org