________________
ઉદયે આવ્યું. તે શય્યાપાલકને જીવ ઘણું ભવભ્રમણ કરી, આ ભવમાં ગવાળીઓ થયા હતા.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ મધ્યમ અપાપામાં પધાર્યા. ત્યાં પ્રભુ ભિક્ષા માટે સિદ્ધાર્થ નામના વાણીઆને ઘેર ગયા. પ્રભુને ભિક્ષાથે આવેલાં જોતાં જ, સિદ્ધાર્થને મિત્ર ખરક નામનો વેદ્ય ત્યાં બેઠેલો હતો. તેણે પ્રભુની મુખમુદ્રા ઊપરથી જાણ્યું કે પ્રભુનું સર્વસુલક્ષણોથી સંપણું શરીર હોવા છતાં, તેઓના અંગમાં કાંઇકપણ શલ્ય હોવાથી પ્રભુને દરદ થતું હોવું જોઈએ.
તે ખરક વધે સિદ્ધાર્થના કહેવાથી પ્રભુના આખા શરીરની તપાસ કરવા માંડી. તપાસ કરતાં પ્રભુના બને કાનમાં ખીલા ઠેકેલા દેખાયા. વૈદ્ય અને સિદ્ધાર્થ આ પ્રમાણે વાત કરતા જ રહ્યા. અને પ્રભુ તે ઉદ્યાનમાં આવીને કાઉસગ્નધ્યાને ઊભા રહ્યા. સિદ્ધાર્થ અને વદ્ય પણ ત્યાં આવી પહોંચ્યા. ખરક વૈદ્ય વદવિદ્યામાં બહુ જ કુશલ હતો. તેણે સાણસા વડે પ્રભુના કાનમાંના બંને ખીલા ખેંચી કાયા. કાનમાં ઊંડા પેસી ગએલા ખીલા લહીથી તરબોળ થઈને જે વખતે ખેંચી કહાડવામાં આવ્યા. તે વખતે પ્રભુથી એક કારમી ચીસ પડાઈ ગઈ. એ ચીસના ભયંકર ધ્વનિથી આખુ ઉદ્યાન ખળભળી ઉઠયું. દિંતકથા પ્રમાણે મારવાડમાં આવેલા બ્રાહ્મણવાડા ગામે આ બનાવ બન્યો હતો, જે જગ્યાએ ખીલા કહાડવામાં આવ્યા હતા તે જગ્યાએ એક નાની દેરી પણ કરેલી છે. અને પહાડની એક શિલામાં પડેલી તડ પણ પ્રવાસીઓને બતાવવામાં આવે છે. મેં પણ આ જગ્યાની મુલાકાત લીધેલી છે, અને પહાડની શિલામાં પડેલી તડ પણ નજરે જોએલી છે.] રોહિણી આષધિથી
ઉડર
Jain Educa
ional
For Private & Personal Use Only