________________
બલી છળ કરીને લેકોને છેતરવા૫ જૂઠું બોલવામાં મિથ્યાત્વના ભાવોમાં એટલે ઉપર્યુક્ત એવી કઈ પણ વૃત્તિમાં કે વૃત્તિઓમાં ભગવાનને બંધાવાપણું છે નહીં અર્થાત્ ઊપર જણાવેલા ચાર પ્રકારના પ્રતિબંધોમાં કઈ એક પણ પ્રતિબંધ ભગવાનને બાંધી શકે એમ નથી.
તે ભગવાન ચોમાસાને સમય છોડી દઈને બાકીના ઉનાળાના અને શિયાળાના આઠ માસ સુધી વિહરતા રહે છે. ગામડામાં એક જ રાત રહે છે અને નગરમાં પાંચ રાતથી વધુ રોકાતા નથી, વાંસલાના-કુહાડાના અને ચંદનના સ્પર્શમાં સમાન સંકલ્પવાળા, ભગવાન તૃણુ કે મણિ તથા ઢેકું કે એનું એ બધામાં સમાનવૃત્તિવાળા તથા દુ:ખ કે સુખને એક જ ભાવે સહન કરનારા, આ લોક કે પરલોકમાં પ્રતિબંધ વગરના, જીવન કે મરણની આકાંક્ષા વિનાના, સંસારને પાર પામનારા અને કર્મના સંગને નાશ કરવા સારૂ ઉદ્યમવંત બનેલા તત્પર થએલા એ રીતે વિહાર કરે છે.
આ પ્રમાણે વિહરતાં વિહરતાં ભગવાનને અનોપમ જ્ઞાન, અનોપમ દર્શન, અનોપમ ચારિત્ર, સ્ત્રી. નપુંસક વગેરે દોષરહિત વસતિમાં રહેવારૂપ અનોપમ એટલે નિર્દોષ વસતિ, અનેપમ વિહાર, અનોપમ વીર્ય, અનોપમ સરળતા, અનોપમ કમળતા-નમ્રતા, અનોપમ લાધવ એટલે દ્રવ્યથી અલ્પ ઉપધિપણું અને ભાવથી ત્રણ ગૌરવને ત્યાગ કરવા રૂપે, અનોપમ ક્ષમા, અનોપમ નિર્લોભાણે, અનોપમ માગુતિ વગેરે ગુપ્તિ વડે, ઈચ્છાની નિવૃત્તિ અથવા મનની પ્રસન્નતાપ અને પમ તુષ્ટિ
For Private & Personal Use Only
elibrary.org