________________
外縣造縣鄉澄縣縣熱器
કે –“આ ચંદના શ્રીવીરપ્રભુની પ્રથમ સાધ્વી થશે.” શતાનીક રાજા ચંદનાને પોતાના ઘેર આદરપૂર્વક લઈ ગયે.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ ભિકા ગામે પધાર્યા. ત્યાં કેન્દ્ર આવી પ્રભુ પાસે નાટારંભ કર્યો, અને બોલ્યો કે –“હે પ્રભુ! હવે આપશ્રીને થોડા દિવસમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થશે.” ત્યાંથી વિહાર કરીને પ્રભુ મેંદ્રિક ગામે આવ્યા. ત્યાં અમરેન્દ્ર આવીને, પ્રભુને વંદન કરી સુખશાતા પૂછી.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ માનિ નામના ગામે પધાર્યા. ત્યાં ગામ બહાર પ્રતિમા ધ્યાને ઊભા રહ્યા. એક ગોવાળીયો પોતાના બળદે પ્રભુ પાસે મૂકીને ગામમાં ગયા. ગોવાળ જ્યારે પોતાનું કાર્ય પતાવીને ગામ બહાર આવ્યું, ત્યારે પિતના બળદે ત્યાં નહિ જોતાં, તે પ્રભુને પૂછવા લાગે કે –
હે દેવાર્ય! મારા બળદ કયાં ગયા??? પ્રભુ તે ધ્યાનમાં જ ઊભા રહ્યા. તેથી ગેવાળ બહુ જ ક્રોધે ભરાય. તે દોડતો જઈને, શરકટ વૃક્ષના લાકડાના બે મજબુત ખીલા બનાવી લાવ્યો અને ધ્યાનસ્થ પ્રભુના કાનમાં હડાવતી બંને ખીલા ઉંડા પેસાડી દીધા, બંને ખીલાની આગળની ધારો એક બીજાને મળી ગઈ. ખીલાને કોઈ જોઈ જાય અને બહાર ખેંચી કાઢે નહિ, એવા દુષ્ટ ઈરાદાથી, ગોવાળે બંને ખીલાની બહાર દેખાતા ભાગો કાપી નાખ્યા. આ પ્રમાણે ઘોર ઉપસર્ગ થવા છતાં પણ પ્રભુ ધ્યાનથી લેશ માત્ર પણ ન ચળ્યા. કાનમાં ખીલા ઠોકાવવાનું કર્મ પ્રભુએ પોતાના ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં તપાવેલા સીસાનો રસ રેડીને ઉપાર્જન કર્યું હતું; તે મહાવીરસ્વામીના ભાવમાં
For Private & Personal Use Only
www.anebrary.org