________________
શેઠ કોઈ કાર્યપ્રસંગે બહાર ગયા એટલે મૂળા શેઠાણીએ એક હજામને બેલાવીને ચંદનાનું માથું મુંડાવી નાખ્યું. પછી તેના બંને પગમાં બેડી પહેરાવી, ખૂબ માર મારી. દૂરના એક અધારા ઓરડામાં પૂરી. દરવાજે તાળું મારીને, પોતાના પિતાના ઘેર ચાલી ગઈ. શેઠ બહારગામથી આવ્યા પછી ચોથા દિવસે ચંદનાને ઓરડામાં પૂર્યાની વાતની ખબર પડી. ઓરડાનું તાળું ખોલાવ્યું, અને તત્કાળ એક સૂપડાના ખુણામાં અડદના બાકળા આપીને, પગની બેડી તેડાવવા માટે શેઠ લુહારને બેલાવવા ગયા.
આ વખતે ચંદનાએ વિચાર કર્યો કે જે કોઈ ભિક્ષ આવી ચડે તે તેને આ અડદ વહરાવીને હું પારણું કરું.’
તે જ સમયે તેણીના ભાગ્યા, છ મહિનામાં પાંચ દિવસ ઓછો ઉપવાસવાળા શ્રમણ ભગવાન મહાવીર ભિક્ષાર્થે ફરતા ફરતા ત્યાં પધાર્યા. પ્રભુને આવતા જોઈને ચંદનાને રૂંવાડે રૂંવાડે આનંદ વ્યાપી ગયે. પોતે લોઢાની બેડી વડે સખત જડાએલી હોવાથી ઉંબરો ઓળંગવાને અશક્ત હતી. તેથી એક પગ ઉંબરામાં અને બીજો પગ બહાર રાખીને, પ્રભને અડદના બાકળા ગ્રહણ કરવાની વિનતિ કરવા લાગી.
તે વખતે સ્વામીને અભિગ્રહ પૂરો થવામાં, આંખમાં આંસુ નહિ હોવાથી, પ્રભુ પાછી . તે વખતે ચંદના વિચાર કરવા લાગી કે:-“હું કેવી અભાગિણી કે આ અવસરે પધારેલા
તમને
Jain Education International
For Private & Personal Use Only
www.ainelibrary.org