________________
કુમારના ઇંદ્ર આવીને પ્રભુને સુખશાતા પૂછીને વંદન કર્યું. ચાતુર્માસ પુરૂં થતાં, પ્રભુ સુસુમારપુર પધાર્યા અને ત્યાં ચમને ઉત્પાત થે. ત્યાંથી અનુક્રમે વિહાર કરતા પ્રભુ કૌશાંબી નગરીએ પધાર્યા.
કૌશાંબીમાં શતાનીક નામે રાજા રાજ્ય કરતો હતો. તેને મૃગાવતી નામે રાણી હતી. વિજયા નામની પ્રતિહારી હતી. ત્યાં વાદી નામને ઘર્મપાઠક તથા સગુપ્ત નામે પ્રધાન હતો. સાંસને નંદા નામે પરમ શ્રાવિકા સ્ત્રી હતી. નંદા મૃગાવતીની સખી હતી. ત્યાં પ્રભુએ પોષ વદિ એકમના દિવસે પ્રવેશ કર્યો અને તે જ દિવસે તેમણે એ ઉગ્ર અભિગ્રહ કર્યો કે: દ્રવ્યથી સુપડાના ખૂણામાં રહેલા અડદ મળે તો જ વહેરવા, ક્ષેત્રથી એક પણ ઉંબરામાં અને બીજો પગ ઉંબરાની બહાર રાખીને વહોરાવે તો જ વહેરવા; કાલથી ભિક્ષાનો સમય વીતી ગયા પછી જ મળે તે વહોરવા, અને ભાવથી કોઈ રાજકુમારી દાસીપણાને પામી હોય, તેણીનું મરતક મુંડાવેલું હોય; પગમાં બેડી હોય, રૂદન કરતી હોય અને તેણીએ અમની તપસ્યા કરી હોય. આવી સ્ત્રી વહોરાવે તે જ વહોરવું. આ પ્રમાણે અભિગ્રહ કરીને પ્રભ નગરીની અંદર ભિક્ષા માટે ફરવા લાગ્યા. રાજા, પ્રધાન વગેરેએ ઘણુ ઘણુ પ્રયત્ન કર્યો તે પણ પ્રભુને અભિગ્રહ પૂર્ણ ન થયો.
તે વખતે શતાનીક રાજાએ ચંપા નગરી ઊપર ચડાઈ કરી. ચંપા નગરીનો રાજા
For Private & Personal Use Only
ro