________________
ડેર્યો. આ અપવિત્ર દુરાતમાને સ્વર્ગમાં સ્થાન ન મળવું જોઈએ, એને જલદી કાઢી મૂકે.” આ પ્રમાણે ઈંદ્રની આજ્ઞા થતાં જ, ઈંદ્રના સુભટ લાકડી, પાટુ, મુષ્ટિ વગેરેથી તેને મારવા લાગ્યા અને અંતે સૌધર્મ સભામાંથી ધકકો મારી બહાર કાઢી મૂક્યો. દેવીઓએ પોતાના હાથની આંગળીઓ મરડીને. પિતાનો તિરસ્કાર જાહેર કર્યો, સામાનિક દેવોએ પણ તેને ખૂબ ધમકાવ્યા. આ રીતે ચારે તરફથી તિરસ્કાર પામેલા સંગમ, ચારની માફક આજુબાજુ નિહાળતા-મૂઢ જેવો દેખાતો –હરી ગએલા અંગારા જેવા કાળા મંશ થઈ ગયા. દેવલોકમાંથી તેને ધૂતકારી કાઢવામાં આવ્યો. અને તે પ્લાનમુખે મેરુપર્વતની ચૂલા ઊપર પોતાનું બાકી રહેલું એક સાગરોપમનું આયુષ્ય પૂરું કરવા રહેવા ગયો. સંગમની પટરાણીએ દીનમુખે ઇંદ્રને વિનતિ કરી કે:-“હે સ્વામી! જો આપની આજ્ઞા હોય તો હું મારા પતિની સાથે જાઉં.”
ત્યાંથી પ્રભુ વિહાર કરીને આલંભિકા નગરીએ આવ્યા. ત્યાં હરિકાંત નામનો વિદ્યુકુમારને ઈદ્ર પ્રભુની સુખશાતા પૂછવા આવ્યા. પ્રભુ ત્યાંથી શ્વેતાંબિકા નગરીએ આવ્યા. ત્યાં હરિસ્સહ નામ વિતકુમારને ઇંદ્ર પ્રભુને સુખશાતા પૂછવા આવ્યો; અને વંદન કરીને પોતાના સ્થાને ગયો. ત્યાંથી વિહાર કરીને પ્રભુ શ્રાવતી નગરીએ પધાર્યા. તે વખતે શક્ર કાકિસ્વામીની મૂર્તિમાં પ્રવેશ કરીને પ્રભુને વંદન કર્યું. તેથી પ્રભુને ત્યાં બહુ જ મહિમા ફેલાયા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ કૌશાંબી નગરીએ પધાર્યા. ત્યાં ચંદ્ર અને સૂર્ય ઉતરીને પ્રભુને વંદન કર્યું (જુઓ
Jain Education International
For Private & Personal Use Only
www.sinelibrary.org