________________
ભૂમિમાં, છોડનું મૂળીયું કઈ ગાયની ખરીથી બરાબર દબાઈ ગયું અને ધીરે ધીરે તે છોડ હતો તેવો. જ થઈ ગયા. ત્યાંથી પ્રભુ કૃમિ ગામે પહોંચ્યા.
ત્યાં વૈશ્યાયન નામનો એક તાપસ મધ્યાન્હ સમયે સૂર્ય સામે દૃષ્ટિ રાખી; સૂર્યની આતાપના લેતો હતો. સૂર્યના સખત તાપને લીધે તેની જટામાંથી જૂઓ ખરતી હતી, તે જૂઓ વીણી પાછી પોતાની જટામાં મૂકતો જેને ગોશાળાએ તેણે યૂકાશય્યાતર કહ્યો. આ પ્રમાણે હાંસી કરવાથી તાપસ ક્રોધે ભરાયે, અને તેણે ગોશાળા ઊપર તેલેશ્યા મૂકી. પરંતુ કણસાગર પ્રભુએ તેજોલેશ્યા સામે શીતલેશ્યા મૂકવાથી તે લેયા શમી ગઈ, અને ગોશાળો બચી ગયો. વૈશ્યાયન પણ પ્રભુની અલોકિક શક્તિ આગળ નમી પડ્યો, અને પ્રભુની ક્ષમા માંગી.
ગશાળાએ પ્રભુને “તેલેણ્યા શી રીતે ઉત્પન્ન થાય ?' એવો પ્રશ્ન કર્યો. સર્પને દૂધ પાવા સમાન, ભવિષ્યમાં પોતાને અનર્થની પ્રાપ્તિ થશે એમ જાણવા છતાં ગોશાળાને તેએલેશ્યા પ્રાપ્ત કરવાની વિધિ પ્રભુએ બતાવી. જે આ પ્રમાણેઃ “જે માણસ સૂર્યની આતાપના પૂર્વક હમેશાં છઠ્ઠની તપસ્યા કરે, અને પારણામાં એક મુઠી અડદના બાકળા તથા એક અંજલિ માત્ર ગરમ પાણીનો ઉપયોગ કરે તો તે માણસને છ મહિનાના અંતે તેજોલેશ્યા પ્રાપ્ત થાય.”
ત્યાંથી વિહાર કરીને પ્રભુ પાછા સિદ્ધાર્થ પુરે જતા હતા, ત્યાં માર્ગમાં પેલા તલના છોડવાને પ્રદેશ આવ્યો. ગોશાળ બોલ્યો કે:-“હે સ્વામી ! આપને મેં જે પ્રશ્ન પૂછ્યો હતો, તે તલની
ઉપs
Jain Educ
a
tional
For Private & Personal Use Only
melibrary.org