________________
♦ જ જ
જ્યા
Jain Educa
જ પરણેલા લાંખા લાંબા દાંતવાળા વર-વધૂને સામેથી આવતાં જોઈ, ગાથાળો હસવા લાગ્યા: “ વિધિરાજવિધાતા પણ કેવા કુશળ છે કે દૂરદૂર વસતાં સ્ત્રી-પુરુષને, જેને જે યાગ્ય લાગે તેને તે જ મેળવી આપે છે. વિધાતાએ સરખે સરખી જોડી ઠીક મેળવી દીધી છે.” આ પ્રમાણે મશ્કરી કરતા ગાશાળાને પકડીને જાનૈયાઓએ ખુબ માર્યા અને દારડાથી બાંધીને વાંસના એક જાળામાં હડસેલી દીધા. પાછળથી તે પ્રભુનો છત્રધર હોવાની ખબર પડતાં તેને છેાડી દીધા. ત્યાંથી પ્રભુ વિહાર કરીને ગાભૂમિમાં આવ્યા.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ રાજગૃહ નગરમાં પધાર્યા. ત્યાં ચામાસી તપ વડે આઠમું ચાતુર્માસ પૂર્ણ કરીને, પારણું નગરની બહાર કર્યું. ત્યાંથી વિહાર કરીને પ્રભુ વજ્રભૂમિમાં પધાર્યા. ત્યાં ચોમાસું કરવાનું કોઈ નિયત સ્થાન નહિ મલવાથી પ્રભુએ નવમું ચોમાસું અનિયત જ કર્યું. આ ચાતુર્માસમાં પ્રભુને ઘણા ઉપસર્ગા થયા હતા.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ ક્રમ ગામ તરફ જતા હતા, રસ્તામાં ગેાશાળાએ એક તલનો છેડ એને પ્રભુને પૂછ્યું:–‘હે પ્રભુ ! આ છોડ ફળશે કે નહીં ? ' પ્રભુએ કહ્યું કેઃ–‘ ફળશે. તેને સાત કુલ લાગ્યાં છે. સાતે ફૂલના જીવ મરીને આ જ છેાડની શીંગમાં સાત તલ થશે. ' પ્રભુના વચનને જૂટું પાડવા માટે ગેાશાળાએ તે છેાડને મૂળમાંથી ખેંચી કાઢીને ફેંકી દીધા. નજીકમાં રહેલા વ્યંતરોએ, આ ઘટના જાણી, પ્રભુની વાણી નિષ્ફળ ન બનાવવા, ત્યાં વૃષ્ટિ કરી.
વરસાદથી ભીની થએલી
For Private & Personal Use Only
કપાસ બેન્ડ પ્ર
*********
|૩૫૬
rary.org