________________
છોડાવી મૂકયા.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ વૈશાલી નગરી તરફ ચાલ્યા. ગશાળો પ્રભુથી છૂટા પડીને બીજે માર્ગે ચાલ્યો. રસ્તામાં તેને પાંચસે ચોર મળ્યા. તેમણે ગોશાળાને મામો મા કહીને તેના ખભા ઉપર બેસીને એ તો ફેરવ્યો કે તે સાવ લોથપોથ થઈ ગયા. ચોરે તેને ત્યાં જ પડતું મૂકીને ચાલ્યા ગયા. ગોશાળો વિચારવા લાગ્યા કે : “પ્રભુની સાથે જ રહેવામાં મજા છે. તેથી પ્રભુ ગયા હતા તે જ રીતે ગયે.
પ્રભુ વૈશાલી પહોંચીને, એક લુહારની ખાલી પડેલી શાળામાં તેની આજ્ઞા લઈને પ્રતિમા ધ્યાને રહ્યા. શાળાનો માલિક છ મહિનાથી બિમાર હતો તે, તે જ દિવસે સાજો થઈને લોઢું ટીપવાનો ઘણુ લઈને શાળામાં આવતો હતો. ત્યાં પ્રભુને પ્રતિમા ધ્યાને જોઈને અપશુકન થયા માનીને, ઘણુ લઈને મારવાને દોડ્યો, આ વૃત્તાંત અવધિજ્ઞાનથી ઇદ્રના જાણવામાં આવતાં, તે જ ઘણુવડે તે લુહારને ઇકે મારી નાંખ્યો.
તે ત્યાંથી વિહાર કરીને પ્રભુ પ્રામાક સંનિવેશમાં ગયા. અહીં ઉદ્યાનમાં રહેલા બિભેલક નામના યક્ષે પ્રભુનો મહિમા કર્યો. ત્યાંથી વિહાર કરીને પ્રભુ શાલિશીષ નામના ગામમાં ગયા. ત્યાં માહ
મહિનાની કડકડતી ઠંડીમાં ઉદ્યાનમાં પ્રભુ પ્રતિમા ધ્યાને રહ્યા. પ્રભુના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં એક | વિજયવતી નામની અણમાનીતી રાણી હતી તે મરીને કટપૂતના નામની વ્યંતરી થઈ હતી તે
૩૫૪
JE IN
For Private & Personal Use Only
brary.org