________________
વ્યતરીએ તાપસીનું રૂપ વિફર્વી, પોતાની જટામાં હિમ જેવું ઠંડું પાણી ભરી પ્રભુના શરીર ઉપર છાંટવા માંડ્યું. તે જળવડે પ્રભુને બહુ જ આકરો શીત ઉપસર્ગ થયો. છતાં પ્રભુને ધ્યાનમાં નિશ્ચલ જોઈને તે વ્યંતરી પ્રભુની ક્ષમા માગીને ચરણમાં નમી પડી. આ શીત ઉપસર્ગન સહન કરતા અને છqના તપવડે વિશુદ્ધ થએલા પ્રભુને તે વખતે લોકાવધિ-અવધિજ્ઞાન ઉત્પન્ન થયું.
ત્યાંથી વિહાર કરી પ્રભુ ભદ્રિકાપુરીએ આવ્યા. ત્યાં ચોમાસી તપવડે તથા વિવિધ પ્રકારના અભિગ્રહે વડે છછું મારું વ્યતીત કર્યું. અહીંયાં ગોશાળે પણ ફરી પાછા છ મહીને પ્રભુને આવી મળ્યો. ચોમાસી તપનું પારણુ નગરની બહાર કરીને, પ્રભુએ ઋતુબદ્ધ મગધદેશમાં ઉપસર્ગ વગર વિહાર કરવો શરૂ કર્યો.
મગધદેશમાં આઠ મહિના વિહાર કરીને પ્રભુ આલંભિકા નગરીમાં ચાતુર્માસ કરવા પધાર્યા. ત્યાં ચોમાસી તપવડે સાતમું ચોમાસું પુરૂં કરીને, નગરીની બહાર પારણું કર્યું. ત્યાંથી વિહાર કરીને પ્રભુ કુડગસંનિવેશમાં વાસુદેવના ચૈત્યમાં કાઉસગ્મધ્યાને રહ્યા. ગે શાળે પણ વાસુદેવની પ્રતિમા તરફ પૂઠ રાખીને બેઠે, તેથી લોકોએ તેને ખૂબ માર્યો. ત્યાંથી મન નામના ગામે પહોંચ્યા. ત્યાં બલદેવના ચૈિત્યમાં પ્રતિમા ધ્યાને રહ્યા. ગોશાળ બલદેવના મુખમાં પુરૂષચિન્હ રાખીને ઊભા રહ્યા, તેથી લોકોએ ત્યાં પણ તેને ખૂબ માર માર્યો. બંને જગ્યાએ તેને સાધુ જાણું છોડી મુકો.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ ઉન્નાગ નામના સંનિવેશ તરફ જતા હતા, ત્યાં રસ્તામાં તરતના
૩૫૫
એ
Jain Educa
For Private & Personal Use Only