________________
樂家樂隊樂隊樂隊樂隊樂家樂
ત્યાં પ્રભુને ઘણું ઘોર ઉપસર્ગો થયા. વિહાર કરતાં કરતાં પ્રભુ પૂર્ણકલશ નામના ગામ તરફ જતા હતા. તે વખતે માર્ગમાં તેઓને બે ચાર મલ્યા. તેઓએ પ્રભુના દર્શનને અપશુકન માનીને, પ્રભુને હણવા માટે તરવાર ઉગામી; તે જ વખતે શકેંદ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મુકી જોયું તો પેલા બે હત્યારા તેની દષ્ટિએ પડ્યા. ઇંદ્રે તત્કાળ પિતાનું વજ મૂકી તે બનેને હણી નાંખ્યા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ ભદ્રિકાપુરીએ પધાર્યા. ત્યાં તેઓ પાંચમું ચાતુર્માસ રહ્યા અને માસી તપ કર્યો. માસી તપનું પારણું નગર બહાર કરીને, તેઓ અનુક્રમે તંબાલ નામના ગામે પધાર્યા. ત્યાં પાર્શ્વનાથ પ્રભુના સંતાનીયા નંદિષેણુ નામના વૃદ્ધ આચાર્ય બહ શિષ્યોના પરિવાર સાથે રહેલા હતા. તેઓને પ્રતિભા ધ્યાને ઊભા રહેલા જોઈને ચારની શંકાથી ચોકીદારના છોકરાએ ભાલો માર્યો. પ્રાણધાતક ભાલાની વેદના શાંતચિત્તે સહન કરતાં, આચાર્યશ્રીને અવધિજ્ઞાન ઉતપન્ન થયું અને કાળધર્મ પામી દેવલોકે ગયા. તેમના શિષ્યોને પણુ ગોશાળાએ મુનિચંદ્રસૂરિના શિષ્યોની માફક ઉપહાસ કર્યો.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ પિક નામના સંનિવેશમાં પધાર્યા. મૌન ધરીને પ્રતિમારિથત રહેલા પ્રભુને જાસુસની શંકાથી, ત્યાંના અધિકારીઓએ ગોશાળા સાથે પકડ્યા. તે ગામમાં પાર્શ્વનાથ ભગવાનની અંતેવાસીઓ વિજયા અને પ્રગભા નામની હતી. જેમાં ચારિત્ર નહિ પાળી શકવાથી સન્યાસિની થેલી હતી. તે બંને જણીઓએ પ્રભુને ઓળખ્યા અને ગોશાળાને પ્રભુ સાથે
૩૫૩
Jain Ede
anal
For Private & Personal Use Only
Library.org