________________
,
ફેરવી નાખ્યું.
ગોશાળા પણ આનંદથી તે ખીર ખાઈને પ્રભુની પાસે આવ્યા. સિદ્ધાર્થે બધું સ્વરૂપ કહી બતાવ્યું. ગોશાળાએ તે વાતનો નિર્ણય કરવા વમન કર્યું. વમનની અંદર બરાબર તપાસ કરતાં બાળકનું માંસ જણાયું એટલે તેનું ઘર બાળી નાંખવા ત્યાં પાછા આવ્યો. પરંતુ ઘરનું બારણું ફેરવી નાંખેલું હોવાથી, તેણે કહ્યું કે : “જે મારા ધર્માચાર્યનું તપ:તેજ હોય તે આ આખા લ બળી જાઓ.” તેથી નજીક રહેલા વ્યંતરોએ આખો મહોલ્લો બાળી નાંખ્યા. - ત્યાંથી વિહાર કરી પ્રભુ હરિદ્ર નામના સંનિવેશની બહાર હરિદ્રવૃક્ષની નીચે કાઉસગ્નધ્યાને રહ્યા. એ જ વૃક્ષ નીચે રાતવાસે રહેલા મુસાફરોએ ઠંડીથી બચવા માટે અગ્નિ સળગાવેલો. સવાર થતાં તે અગ્નિને બુઝાવ્યા વગર જ મુસાફરો આગળ ચાલ્યા ગયા. અગ્નિ ધીરે ધીરે આગળ વધતો પ્રભુના પગ સુધી આવ્યું. પ્રભુના પગે તેનાથી દાઝયા. ગોશાળો તે મુઠીઓ વાળી નાશી ગયો.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ મંગલા નામના ગામે પહોંચ્યા. ત્યાં વાસુદેવના મંદિરમાં પ્રતિમા ધારીને ઊભા રહ્યા. ત્યાં ગોશાળે ગામના બાળકોને આખા કાઢીને બીવરાવવા લાગે, બાળકોના માબાપને તે વાતની ખબર પડવાથી ગશાળાને ખૂબ માર માર્યો. ત્યાંથી પ્રભ વિહાર કરીને આવ ગામે પધાર્યા. ત્યાં બલદેવના મંદિરમાં પ્રતિમા ધારીને ઊભા રહ્યા.
Jain Ede
For Private & Personal Use Only
Ibrary.org