________________
જ
એ
જાહ
છે.
પ્રભાવથી તમારો આ આશ્રમ બળી જાઓ.” સાધુઓ બોલ્યા કે : “અમને કોઈપણ જાતનો ભય નથી.” પછી તે પ્રભુ પાસે આવ્યો અને આ બધું કહેવા લાગ્યો. સિદ્ધાર્થે જવાબ આપ્યો કે: તે સાધુઓ બળે જ નહિ.”
તે રાત્રે શ્રીમુનિચંદ્રસૂરિ જિનક૯૫ની તુલના કરતા હોવાથી શાળાની બહાર પ્રતિમા ધારણ કરીને રહ્યા. પેલો કુંભાર મદિરાપાન કરી ધુમતે ઘુમતા મુનિચંદ્રસૂરિ પાસે આવી ચડ્યો. દારૂના નશામાં તેણે આચાર્ય મહારાજને ઓળખ્યા નહિ, અને ચાર માનીને ખુબ માર માર્યો, તેણે મારેલા ખુબ મારથી આચાર્ય મહારાજને પ્રાણુ ઉડી ગયો. તેઓ કાળધર્મ પામી દેવલોકમાં ઉત્પન્ન થયા. દેવોએ આવી તે મુનિરાજના મહિમા માટે પ્રકાશ કર્યો. આ પ્રકાશ જોઈને ગોશાળો મનમાં મલકાયો કે મારો શ્રાપ ફળ્યો ખરો ! તે વખતે સિદ્ધાર્થે તેણે સત્ય હકીકત કહી સંભળાવી. છતાં તે ત્યાં જઈને સુઈ રહેલા સાધુઓનો તિરસ્કાર કરીને પાછો આવ્યો.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ ચૌરા નામના ગામમાં આવ્યા. ત્યાં પ્રભુને અને ગોશાળાને જાસુસ જાણી કોટવાલે તેમને હેડમાં નાંખવાનો વિચાર કર્યો. પહેલો ગોશાળાને હેડમાં નાંખ્યો. પ્રભુને હેડમાં નાંખવાની તૈયારી કરતો હતો. તેટલામાં ઉ૫લ નામના નિમિત્તીયાની સેના અને જયંતી નામની બે બહેને, સંયમ પાળી નહિ શકવાથી, સન્યાસિની થઈ હતી, તેમણે પ્રભુને ઓળખ્યા અને પ્રભુને હેડમાં નાખવા ન દીધા અને ગોશાળાને પણ હેડમાંથી મુક્ત કરાવ્યો.
Jain Education remational
For Private & Personal Use Only
www.ainelibrary.org