________________
કેલ્લાસંનિવેશમાં પ્રભુ પધાર્યા ત્યાં એક શૂન્ય ઘરમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા.
આ શુન્ય ઘરમાં એ ગામના મુખ્ય આગેવાનના સિંહ નામના પુત્રને વિધુમ્મતી દાસી સાથે ક્રીડા કરતો જોઈને ગોશાળો હસવા લાગ્યા. આથી સિંહને ખુબ ક્રોધ ચડ્યો, અને તેણે ગોશાળાને ખુબ માર મારીને અધમુઓ કરી નાખ્યું. ત્યારપછી ગોશાળો પ્રભુ પાસે આવીને કહેવા લાગ્યો કે: “હે સ્વામી ! મને એકલાને તેણે આટલો બધો માર્યો, છતાં આપે તેણે તેમ કરતાં વાર્યો કેમ નહિ??? સિદ્ધાથે કહ્યું કે: “તારે કેની મશ્કરી કરવી જોઈએ નહિ.”
ત્યાંથી પાત્રાલક ગામમાં જઈ, કેઈએક શૂન્ય ઘરમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ત્યાં પણ સ્કંદ નામના યુવકને સ્કંદિલા નામની દાસી સાથે રતિક્રીડા કરતો જોઈને, ગોશાળો મશ્કરી કરવા લાગ્યો; તેથી ત્યાં પણ તેણે ખુબ માર પડ્યો. ત્યાંથી પ્રભુ વિહાર કરીને, કુમારક સંનિવેશમાં ગયા ત્યાં ચંપક નામના રમણીય ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. તે વખતે શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય શ્રીમુનિચંદ્રસૂરિ નામના આચાર્ય. ઘણા શિષ્યોના પરિવાર સાથે એક કુંભારની શાળામાં આવીને રહ્યા હતા. ગોશાળાએ તેઓના સાધુઓને જોઈને પૂછયું કે: “તમે કોણ છો ?” તેઓ છેલ્લા કે:
અમે નિર્ગથ છીએ.” પછી તે બોલ્યો કે : “તમે ક્યાં અને મારા ધર્માચાર્ય ક્યાં?” તે સાધુઓ બેલ્યા કે: “જેવો છું, તેવા જ તારા ધર્માચાર્ય પણ હશે ?”
તેથી ક્રોધે ભરાઈને ગોશાળો બોલ્યો કે: “જે મારા ધર્માચાર્યનું તેજ હોય તો તેના
Jain
due
For Private & Personal Use Only