________________
સાથે જ હતો. રસ્તામાં એક જગ્યાએ કેટલાક ગેવાળીયાઓ માટીની મહાટી હાંડીમાં ખીર રાંધતા હતા. તે જોઈ ગાશાળાએ પ્રભુને કહ્યું કે : “વામી ! આ ખીર રંધાય છે તે વાપરીને આગળ ચાલીએ તો ઠીક.” પ્રભુના શરીરમાં રહેલો સિદ્ધાર્થ વ્યંતર બોલ્યો કે : “આ હાંડી ફટી જવાની છે. ગોશાળાએ આ વાત ગેવાળીયાઓને કહી. ગેવાળીયાઓએ પોતાથી બની શકતું હાંડીનું રક્ષણ કર્યું. પરંતુ દુધમાં નાખેલા ચોખા ફલવાથી હાંડી ફુટી ગઈ. આ દાખલો જોઈને ગોશાળાએ નક્કી કર્યું કે: 'જે થવાનું હોય તે થયા વિના રહેતું જ નથી.’
અનુક્રમે પ્રભુ સુવર્ણખલ પહોંચ્યા. ત્યાંથી વિહાર કરીને બ્રાહ્મણ ગ્રામ પધાર્યા. ત્યાં નંદ અને ઉપનંદ નામના બે ભાઈઓના બે મહાલ્યા હતા. પ્રભુ નંદના મહોલ્લામાં ગોચરી ગયા, ત્યાં નંદે તેઓને ઉત્તમ ભેજન વહોરાવ્યું. ગોશાળ ઉપનંદના મહોલ્લામાં ગોચરી ગયો. ત્યાં ઉપનંદે તેને વાસી અન્ન વહોરાવ્યું, આથી તેને ઘણો ગુસ્સો ચડ્યો. તેણે ક્રોધમાં શ્રાપ આપ્યો કે : “જે મારા ધર્માચાર્યનું તપ : તેજ હોય તો તેના પ્રભાવે આનું ઘર બળી જાઓ.’ પ્રભુના નામે આપેલો શ્રાપ પણ નિષ્ફળ ન જવો જોઇએ. એમ વિચારી નજીકના કોઈએક દેવે ઉપનંદનું ઘર બાળી નાખ્યું.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ ચંપાનગરીમાં પધાર્યા. ત્યાં બે માસના ઉપવાસનું તપ સ્વીકારીને ત્રીજું ચોમાસું રહ્યા, છેલ્લા બે માસી તપનું પારણું ચંપાનગરીની બહાર કરીને
Jan Ed
For Private & Personal Use Only