________________
આ ગોશાળ યુવાન થયો. તે ફરતો ફરતો રાજગૃહ નગરમાં જ્યાં પ્રભુ ચાતુર્માસ રહેલા | હતા ત્યાં આવી પહોંચ્યો. તે વખતે પ્રભુને માસક્ષમણુનું પારણું વિજય શેઠે કરાવ્યું. તે વખતે પાંચ દિવ્ય પ્રગટ થયાં આ પ્રમાણેનો મહિમા જોઈને ગોશાળો પ્રભુને શિષ્ય થયા.
પ્રભુ તો મૌન જ રહ્યા. ગેળા ગમે ત્યાં ભિક્ષા માગીને પિતાની આજીવિકા ચલાવતો અને પોતાને પ્રભુના શિષ્ય તરીકે ગણાવવા લાગે. પ્રભુને બીજા માસક્ષમણુનું પારણું નંદ | નામના શેઠે પકવાન વગેરેથી કરાવ્યું. ત્રીજા માસક્ષમણનું પારણું સુનંદ નામના શેઠે પરમાન્સથી કરાવ્યું. ચોથા માસક્ષમણે પ્રભુ કારતક સુદિ પૂર્ણિમાએ વિહાર કરીને કલ્લાક સન્નિવેશમાં પધાર્યા.
ત્યાં પ્રભુને ચોથા માસક્ષમણુનું પારણું બહુલ નામના બ્રાહ્મણે ખીર–દુધપાક વહોરાવી કરાવ્યું. પાંચ દિવ્યા ત્યાં દેવોએ પ્રગટ કર્યા.
પ્રભુએ જયારે રાજગૃહીથી વિહાર કર્યો, ત્યારે ગોશાળે ભિક્ષા માટે બહાર ગયો હતો. તે ભિક્ષા લઈને પાછો ફર્યો ત્યારે પ્રભુને ત્યાં જોયા નહિ. પછી તેણે પોતાના બધાં ઉપકરણો બ્રાહ્મણોને આપી દઈને દાઢી, મૂછ તથા મસ્તક મુંડાવી નાખ્યું, અને ફરતો ફરતો કલ્લાકમાં આવ્યું. પ્રભુને જોઈને બોલી ઊઠ્યો કે : “ હે પ્રભુ ! મને આપની દીક્ષા આપો.” પ્રભુએ કાંઈપણ જવાબ ન આપ્યો.
પ્રભુ ત્યાંથી વિહાર કરીને સુવર્ણખલ નામના ગામ તરફ ચાલ્યા, ગોશાળ પણ તેઓની
Jain Ed
For Private & Personal Use Only
ibrary.org