________________
વિક છે કે
મૈત્રી થઈ. એક વખતે ભરવાડણને ત્યાં લગ્ન પ્રસંગે શેઠ-શેઠાણીને નિમંત્રણ આપવામાં આવ્યું. દંપતીએ કહ્યું કે : “અમે આવીશું નહીં, પરંતુ તમારા લગ્ન પ્રસંગે કાંઈ જોઈતું કરતું હોય તો ખુશીથી લઈ જજો.”
પછી જિનદાસ શેઠે ચંદ્રોદયાદિ ઉપકરણો તથા વસ્ત્રો, આભૂષણો વગેરે ઘણી વસ્તુઓ | ભરવાડણને આપવાથી, તેણીને લગ્નપ્રસંગ બહુ સરસ રીતે ઉજવાયો. ભરવાડ અને ભરવાડણ બંને જણે જિનદાસ શેઠ ઊપર ઘણા પ્રસન્ન થયાં અને તેમણે પોતાને ત્યાંથી અતિ મનહર અને સરખી ઉમરને મજબુત બે વાછરડા લાવીને શેઠને આપ્યા.
શેઠ અને શેઠાણીએ આનાકાની કરવા છતાં, બળજબરીથી શેઠના આંગણામાં બાંધીને ભરવાડ અને ભરવાડણ ચાલ્યા ગયાં. શેઠે વિચાર કર્યો કે જો હું વાછરડા છોડી મૂકીશ તો તેને ખસી કરીને, ગાડી કે હળમાં જોડી અનેક રીતે દુ:ખી કરશે. આ પ્રમાણે વિચાર કરીને બંને વાછરડાઓને અચિત્ત ઘાસ–પાણીથી જિનદાસ શેઠ પોષવા લાગ્યા. આઠમ, ચાદશી જેવી પર્વતિથિઓએ શેઠ પોસહ લઈ ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતા, તે સાંભળી આ બે વાછરડાઓ પણ ભદ્રકપરિણામી થયા. જે દિવસે શેઠ ઉપવાસ કરતા તે દિવસે બંને વાછરડાઓ પણ ઘાસપાણી વગેરે લેતાં નહિ ને ઉપવાસ કરતા હતા. આ પ્રમાણે કરવાથી શેઠને તેઓના ઊપર સાધર્મિક ભાઇઓ જેટલો જ પ્રેમ થ.
૩૪
Jain Edual
For Private & Personal Use Only