________________
થોડીક વાર પ્રભુની સામે જોઈ રહ્યો.
ચંડકૌશિકને શાંત થએલો જોઈ પ્રભુએ કહ્યું કે:- “હે ચંડકૌશિક! બુઝ બુઝ !'
પ્રભુનાં અમૃત જેવાં મીઠાં વચન સાંભળતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, અને તે પોતાના અપરાધોનો પશ્ચાતાપ કરવા લાગ્યા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણ દઈને તે મનમાં વિચારવા લાગ્યો કેખરેખર ! આ કરુણાસમુદ્ર ભગવંતે મને દુર્ગતિરૂપ મોટા કૂવામાં પડતો બચાવી લીધો. તે જ વખતે તેણે અનશન અંગીકાર કર્યું અને પોતાની દૃષ્ટિથી કઈ પ્રાણીને નુકશાન ન થાય તે હેતુથી પોતાનું વિમા મુખ દરની અંદર છુપાવી દીધું ( જુઓ ચિત્ર નં. ૧૪૧).
આ પ્રમાણે નાગરાજને પડેલો જોઈને તે રસ્તે થઈને ઘી, દૂધ વેચવા જતી ગોવાલણોએ, તેની ભક્તિપૂર્વક ઘી, દૂધ વડે પૂજા કરવા માંડી. આ ઘી, દૂધની સુગંધને લીધે સેંકડે કીડીઓ સર્પના શરીર ઉપર એકઠી થઈ, તીક્ષ્ણ ચટકા ભરવા લાગી; છતાં પણ પ્રભુની અમિદષ્ટિથી પાવન થએલો તે ચંડકૌશિક શુભ ભાવના ભાવતો, મૃત્યુ પામીને સહસ્ત્રાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો.
પ્રભુ ત્યાંથી વિહાર કરીને ઉત્તરવાચાલમાં આવ્યા. ત્યાં નાગસેન શ્રાવકે પ્રભુને ક્ષીર વહોરાવી, અને ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયાં. ત્યાંથી વિહાર કરીને પ્રભુ શ્વેતાંબી નગરીએ ગયા. તાંબીના રાજ પ્રદેશીએ પ્રભુને ઘણે સત્કાર કર્યો. ત્યાંથી સુરભિપુર જતાં રથસહિત નિયક ગોત્રના પાંચ રાજાઓએ પ્રભુને વંદન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.ainerbrary.org