________________
ત્યાં પણ ગોશાળાએ બાળકોને બીવરાવવા માટે મુખના ચાળા કરવા માંડ્યા. બાળકોના માબાપોએ જોયું કે આ ભિક્ષુક તો ગાંડા જેવો લાગે છે, તેથી તેને મારવા કરતા તેના ગુરૂને શિક્ષા કરવી જોઈએ.
માબાપ જેવા પ્રભુને મારવા તૈયાર થયા કે તરતજ મંદિરમાંની બળદેવની મૂર્તિઓ પોતાના હાથમાં હળ ઉપાડી તેમને અટકાવ્યા. આ ચમત્કાર જોઈને ગામના લોકો પ્રભુના ચરણમાં નમી પડ્યા.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ ચરકસંનિવેશમાં પધાર્યા. ત્યાં એક મંડપમાં ઉત્તમ ભેજન રંધાતું હતું, તે તૈયાર થવાને કેટલીક વાર છે, તે તપાસવા ગોશાળી વારંવાર છુપાઈને જોવા લાગે. લોકોએ તેને ચાર માનીને ખૂબ માર્યો. ગશાળાએ ગુસ્સે થઇને પ્રભુના નામથી તે મંડપ બાળી નાંખ્યો.
ત્યાંથી પ્રભુ વિહાર કરીને કલંબુકા નામના સંનિવેશમાં પધાર્યા. ત્યાં મેઘ અને કાલહસ્તિ નામના બે ભાઈઓ રહેતા હતા. ત્યાં કાલહરિએ મૈનધારી પ્રભુને અને ગોશાળાને ચાર ધારીને પકડ્યા અને તેઓને યોગ્ય સજા કરવા માટે મેઘને સેપ્યા. મેધે પ્રભુને ઓળખ્યા એટલે પોતાના ભાઈનો અપરાધ ખમાવીને પ્રભુને તથા ગોશાળાને માનપૂર્વક છોડી દીધા.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ કિલષ્ટ કર્મોની નિર્જરા કરવા માટે લાટ દેશમાં પહોંચ્યા.
કGS
૩િ૫૨
Jain Educa
For Private & Personal Use Only
ary.ro