________________
ત્યાંથી વિહાર કરી પ્રભુ પ્રષ્ટચંપા નગરીએ પધાર્યા. ત્યાં તેઓશ્રીએ ચાર મહિનાના ઉપવાસ કરીને ચોથું ચાતુર્માસ નિર્ગમન કર્યું ચાતુર્માસ પૂર્ણ કરીને નગરની બહાર પારણું કર્યું. ત્યાંથી વિહાર કરીને પ્રભુ શ્રાવસ્તી નગરીએ પહોંચ્યા. ગામની બહાર કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ગોચરી જતાં ગોશાળાએ પ્રભુને પૂછયું કે: “હે સ્વામી! આજે મને કેવો આહાર મળશે ??? - સિદ્ધાર્થે જ ગોશાળાને કહ્યું કે : “ આજે તો તને મનુષ્યનું માંસ મળશે.” ગોશાળો પણ જયાં માંસનું નામનિશાન પણ ના મળે તેવા વાણિયાઓને ઘેર ગોચરીએ ગયે. તે નગરમાં પિતૃદત્ત નામના એક વાણિયાની સ્ત્રી ભદ્રાને કર્મવશાતુ દરેક વખતે મરેલાં સંતાન જનમતાં હતાં. તેણીએ શિવદત્ત નામના એક નિમિત્તીયાને તેને ઉપાય પૂછતાં. તે નિમિત્તીયાએ તેણીને કહેલું કે :
હવે તને જે મરેલું સંતાન જનમે છે. તે મરેલાં સંતાનનું માંસ ખીર સાથે મેળવીને, કઈ ભિક્ષુકને ખવરાવજે, એટલે તેને જીવતાં બાળક અવતરશે.”
તેણીએ ભિક્ષા માટે ફરતા ગોશાળાને જોયો, તે જ દિવસે તેણીને મરેલું સંતાન જનમેલું હતું અને નિમિત્તીયાના કહ્યા પ્રમાણે ખીરની સાથે બાળકનું માંસ પણ પકવેલું હતું. ગોશાળો પણ કર્મસંગે તેણીને ત્યાં ભિક્ષા લેવા આવી ચડ્યો. ભદ્રા પણ એકદમ ઊભી થઈ અને માંસમિશ્રિત ખીર ગોશાળાને વહોરાવી દીધી. તેણીએ વિચાર્યું કે જો આ ભિક્ષુકને ખીરમાંના માંસની ખબર પડશે તો જરૂર શ્રાપ આપીને મારું ઘર બાળી નાખશે. તેથી તેણીએ ઘરનું બારણું
ઉપર
Jain Education International
For Private & Personal Use Only