________________
પ્રભુ સુરભિપુર પહોંચતાં પહેલાં ગંગા નદી ઓળંગવા માટે સિદ્ધ નામના નાવિકની નાવમાં બેઠા હતા. પ્રભુ જેવા નાવ ઊપર આરૂઢ થયા કે તુરત જ ઘુવડ પક્ષીને અવાજ કાન ઊપર આવતાં તે નાવમાં પ્રભુની સાથે જ બેઠેલો ઍમિલ નામને એક નિમિત્ત બેલી ઉઠ્યો કે:-“ આજે આપણને મરણુત કષ્ટ ઉતપન્ન થશે, પરંતુ આ મહાત્માના પુણ્યબળથી આપણો વાળ વાંકો નહિ થાય.” ઉતારુઓથી ભરેલું નાવ જ્યારે ગંગા નદીની મધ્યમાં આવી પહોંચ્યું ત્યારે, પ્રભુએ પોતાના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં જે સિંહને માર્યો હતો તે સિંહનો જીવ તે વખતે નાગકુમાર નિકાયમાં સુદંષ્ટ્ર નામે દેવતા થએલો હતો, તેણે પ્રભુને નાવમાં બેઠેલા જોઈને પોતાના પૂર્વભવના વેરનો બદલો લેવા માટે નાવને ડુબાડવા માડયું; બરાબર તે જ વખતે નાગકુમાર નિકાયમાં ઉત્પન્ન થએલા કંબલ અને શંબલ નામના બે દેવોએ પ્રભુને ઉત્પન્ન થએલો આ ઉપસર્ગ જો કે તુરત જ ત્યાં આવી પહોંચ્યા અને સુદંષ્ટ્રને હાંકી કાઢીને નાવનું રક્ષણ કર્યું. આ કેબલ અને શંબલનું ચરિત્ર આ પ્રમાણે છે:| મથુરા નગરીમાં જિનદાસ નામને એક શેઠ અને સાધુદાસી નામની શ્રાવિકા રહેતા | હતા. આ બને પરમ શ્રાવક હોવાથી પાંચમાં વ્રતમાં પોતાને ત્યાં એક પણ પશુ રાખતા ન
હતા. તેઓને જે કાંઈ દૂધ, ધી વગેરેની જરૂર પડતી તે એક ભરવાડણ પાસેથી ખરીદતા હતા. ઘણા દિવસના આ પ્રમાણેના વ્યવહારને લીધે ભરવાડણ અને સાધુદાસી વચ્ચે ગાઢ
Jain Educ
onal
For Private & Personal Use Only
rary.org